<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ચોટીલાના રાજાવાડમાં મહેશભાઇ વાઘેલા પર પિત્રાઇ ભાઇનો હુમલો

પોતાની હદના પ્‍લોટમાં બાથરૂમ ચણવાની ના કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૦: ચોટીલાના રાજાવાડ ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં મહેશભાઇ નાજાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) ઉપર તેના જ કાકાના દિકરા વિજય, અજય, વિજયના પત્‍નિએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી કુહાડીથી પણ ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

મહેશભાઇએ કહ્યું હતું કે અમારી બાજુમાં જ પ્‍લોટ છે તે અમારી હદમાં આવે છે. અહિ કાકાનો દિકરો સંડાસ બાથરૂમ ચણતો હોઇ મારા બાએ અમારી જગ્‍યામાં ચણતર ન કરો અને તમમારી હદમાં કરો તેમ કહેતાં તેની સાથે વિજય, અજય ઝઘડોક રતાં હોઇ હું વચ્‍ચે પડતાં મારા પર હુમલો થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 

(11:22 AM IST)