તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th February 2026
રિક્ષામાં જઇ રહેલી મહિલાના ગળામાંથી ચેઇન ઝુંટવી જનાર રાજકોટનો વિપ્ર શખ્સ ઝડપાયો
મીતાણા પાસે ૭ દિ' પહેલા બનેલી ઘટનાનો મોરબી એલસીબીએ ઉકેલ્યો ભેદઃ દાગીના ખરીદનાર સોનીની પણ ધરપકડ

ટંકારા, તા. ૧૦: ગત તા. ૪ના ફરીયાદી ધુનાબેન હકાભાઇ ગમાસ રહે. પલાસગામ તા.વાંકાનેર ટંકારા રાજકોટ હાઇવે રોડ પરથી ઓટો રીક્ષામાં બેસી જતા હતા તે દરમીયાન મિતાણા ઓવર બ્રીજ પાસે રોડ ઉપર ચાલુ રીક્ષાએ એક અજાણ્યા કાળા કલરના મોટર સાઇકલ વાળો જેણે શરીરે લાભ મરૂન જેવા કલનુ ટી શર્ટ અને માથાના ભાગે ટોપી પહેરેલ હતી અને મોઢા ઉપર સફેદ જેવો રૂમાલ બાંધેલ હતો તે આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમર વાળા એ ફરીયાદીના ગળામા પહેરેલ સોનાનો ટીલીવાળો આશરે પાંચ તોલાનો હારનો નીચેનો અડધો જેમા યગદાવાળો ભાગ આશરે બે સવા બે તોલાનો જેની અંદાજીત કિમંત આશરે રૂપિયા-૧,૨૫,૦૦૦/- બળજબરીથી ખેથીને ઝુંટવીને લઇ નાસી ગયેલ જે અંગે ટંકારસ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હતો.
આ ગુનો ત્વરીત શોધી કાઢવા સારૂ સી.સી.ટી.વી.ફુટેજ, ટેક્રીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સીશ દ્વારા બાતમી અધારે આરોપીઓને શોધતા આ ગુન્હાને અંજામ આપનાર મો.સા.નો ચાલક હોય જેનુ પગેરૂ મેળવતા આ ગુન્હો આચરનાર ઇસમ સંદિપભાઇ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે, રાજકોટ વાળો તેના મકાનેથી મળી આવતા પુછપરછ કરતા આ ગુન્હાની કબુલાત આપી આ ગુનામા ચીલ ઝડપકરીને તેણે મેળવેલ સોનાનો હાર તેણે રાજકોટમાં શ્રીકાંતભાઈ સોની રહે,રાજકોટ વાળાની સોનીબજારમાં જઈ આ દાગીનાનો ઢાળીયો કરાવી વેચી નાખેલની હકીકત જણાવતા આ સોનાનો ઢાળીયો જે ૨૨ કેરેટ નો હોય જેનુ વજન ૨૩.૬૬૦ ગ્રામ હોય જેની બજાર કિંમત રૂપીયા ૩,૩૧,૦૦૦/- ગણી કબજે કરેલ તેમજ આ ગુન્હાના કામે ઢાળીયાના રૂપિયા ૩,૩૧,૦૦૦/- તેણે મેળવેલ તે પૈકીના સેકડા રૂપિયા ૩,૦૦,૦૦૦/- તેમજ ગુન્હામાં ઉપયોગ કરેલ મો.સા. કિં.રૂ.૫૦,૦૦૦/- મળી આ ગુન્હામાં ગયેલ ૧૦૦્રુ મુદામાલ સહિત કુલ રૂપિયા ૬,૮૧,૦૦૦/-ના મુદામાલ સાથે ઉપરોકત બંન્ને આરોપીઓની ધોરણસરની કાર્યવાહિ કરી આરોપી મુદામાલ આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.
ગુન્હો આચરતા પહેલા પોતાની ઓળખ છુપાવવા મોઢે રૂમાલ બાંધી તેમજ ગુન્હામા ઉપયોગ કરેલ મો.સા.ની નંબર પ્લેટ કાઢીનાંખી અને સોનાના દાગીના પહેરેલ મહિલાઓને તારગેટ કરી મોકો જોઇ ચીલ જડપ કરી તેનુ ઘરેણુ ઝુટવી લઈ નશી જવાની એમ.ઓ.ધરાવે છે.
એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા બી.ડી.ભટ્ટ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી. જે.પી.કણસાગરા, પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ, મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ,ટેક્રીકલ ટીમના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતાં.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
