હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જગત-સમાજને સંવાદની ખુબ જ જરૂરઃ પૂ.મોરારીબાપુ
શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં આયોજીત માનસ કૃષ્ણાવતાર શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસ

....ને નંદીબાબા નર્તનથી ઝુમી ઉઠયા...
કથા દરમ્યાન પ્રિય બાપુ ધુન સંકિર્તન ગવડાવતા હતા અને એ પછી બાપુએ સૌને રાસ-ગરબાની હાંકલ કરતા સમગ્ર કથામંડપના શ્રોતાઓ રાસ-ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. બાપુ પ્રેમી અને કથાપ્રેમી સંન્યાસી નંદીબાબા પણ વ્યાસપીઠ પર જઇને વ્યાસપીઠની પરકમ્મા કરતા કરતા ઝુમી ઉઠયા હતા. કેદારનાથ નિવાસી નંદીબાબા ખુબ સારૂ ગાઇ પણ શકે છે અને શાષાીય નૃત્ય પણ જાણે છે. ગુજરાતી-રાસ-ગરબાના તાલ સાથે નંદીબાબાનું નર્તન સૌને મંત્રમુગ્ધ કરતુ હતું.
જગત મંદીર દ્વારકાધીશ સમુદ્ર દેવતા અને અખંડ સંકિર્તન શ્રી રામ જય રામ જય જય રામ ની ધુનની આહલેક જગાડનાર શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજના વાયુ મંડળમાં પ્રવાહીત થઇ રહેલી રામકથા માનસ કૃષ્ણાવતારના પાંચમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતું કે, આપ શ્રોતાઓમાંથી જિજ્ઞાસાઓ પુછાઇ છે. એ માટે સમય અને મારી સમજ મુજબ જવાબો આપીશે. એક પ્રશ્ન એ પુછાયો છે કે બાપુ, ભાગવદમાં ચર્તુશ્લોક કયા? જવાબઃ આપણી ભારતીય અધ્યાત્મ પરંપરામાં ચારનો ચારઅંકનો ખુબ મહિમા છે. જેમ કે યુગ ચાર ગણાય છે, વેદ ચાર છે, પુરૂષાર્થ ચાર પ્રકારના છે અને એના ફળ પણ ચાર છે.જીવ ચાર છે ભકત-ભકિતના ચાર પ્રકાર છે વગેરે આ બધા જ ચતુવિશ્લોક છે.
તુલસીજી માનસને લોકબોલીમાં ઉતારે ે છે એટલે હું એને ચતુલોકી પણ કહું છું. ચોપાઇઓની છીપમાં મોતી પાકે છે એટલે ચોપાઇ માનસનું પહેલું ચરણ છે. (૧) ચોપાઇ (ર) છંદ (૩) સોરઠા અને (૪) દોહા એ ચાર ચરણ છે. એટલે એ રીતે માનસ ચતુશ્લોકી છે.
માનસમાં ચાર સંવાદ છે. મહાદેવ-મહાદેવી સાથે માનસનો સંવાદ કરે છે. પરમ વિવેકી યાહી વલ્કયજી મહારાજ ભારદ્વાજને માનસનો કથા સંવાદ કહી રહયા છે. પરમહંસ કાગભુસુંડીજી ગરૂડને કથા સંભળાવી રહયા છે અને ગોસ્વામીજી પોતાના મનની સાથે સંવાદ કરી રહયા છે. આમ ચાર સંવાદ ચાલી રહયા છે. એ દ્રષ્ટિએ માનસ ચતુશ્લોકી છે. મહાભારતમાં યુધિષ્ઠીર દ્વારા દુનિયામાં કયાંય પણ જગતમંદીર નથી આ દ્વારકા એ જગતમંદીર છે. કાશીમાં કાશી વિશ્વનાથ એ વિશ્વનાથ કહેવાય છે.
આ બધુ ભારતમાં જ હોય બાપ ! શ્રી કૃષ્ણના પાંચ લીલા ક્ષેત્રો છે અને એ પાંચ લીલાક્ષેત્રો આપણા ભારતીય અધ્યાત્મની પરમ પાવની પ્રવાહી પરંપરા સ્પર્શ, શબ્દ, રસ, રૂપ અને ગંધની પણ ઘોતક છે. (૧) ગોકુળ વૃંદાવન લીલાક્ષેત્ર (ર) મથુરા લીલા (૩) કુરુક્ષેત્ર લીલા (૪) દ્વારકાની લીલા અને (પ) પ્રભાસની લીલાક્ષેત્ર... આપણા ઉપનીષદમાં પાંચને બ્રહ્મનુ઼ સ્થાન અપાયું છે. (૧) અન્નમ બ્રહ્મમંતી વ્યજાનાત (ર) મનો બ્રહ્મમંતી વ્યાજાનાત (૩) પ્રાણો બ્રહમંતી વ્યજાનાત ક૪) વિજ્ઞાનમ બ્રહમંતી વ્યાજાનાત અને (પ) આનંદો બ્રહમંતી વ્યજાનાત એટલે કે અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ આ પાંચેયને બ્રહ્મ કહયા છે. વિજ્ઞાન પણ બ્રહ્મ છે.
કથામાં જાણીતા ભગવત કથાકાર જીજ્ઞેશદાદા ઉપસ્થિત રહયા હતા. વ્યાસપીઠની વંદના કરી હતી. અને કથા શ્રવણનો લાભ લીધો હતો. પ્રસિધ્ધ તીર્થધામ વિરપુર-જલારામ બાપાની જગ્યાના સુત્રધાર રઘુરામ બાપાએ પણ કથા શ્રવણનો લાભ લીધો હતો. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
