તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 10th February 2026
આવતીકાલ 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળા પહેલાં ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ. 69 નો ઘટાડો
ગિરનારની સીડી ચઢવામાં અસમર્થ વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકહિતમાં નિર્ણય લઈ રોપ-વેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો

જુનાગઢ તા.૧૦
આવતીકાલ 11 ફેબ્રુઆરી, બુધવારથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળો શરૂ થઈ રહ્યો છે. પાંચ દિવસ ચાલનાર આ મેળામાં સેંકડો શિવભક્તો જૂનાગઢ આવશે. મહાશિવરાત્રી મેળામાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ઉમંગને ધ્યાને રાખીને ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વૃદ્ધો અને બાળકોના હિતમાં મોટો નિર્ણય
જૂનાગઢના ભવનાથમાં આવતીકાલથી શરૂ થનારા મહાશિવરાત્રી મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી આશા છે. આ દરમિયાન ઘણા લોકો ગિરનાર પર્વત પણ ચડે છે. જોકે, ગિરનારની સીડી ચઢવામાં અસમર્થ વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકહિતમાં નિર્ણય લઈ રોપ-વેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ડિસ્કાઉન્ટ
ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ. 69 નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રોપ-વે ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ રૂ. 699 હતો, જે મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન રૂ. 630 કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે.
ગિરનાર રોપ-વે ટિકિટ જુના ભાવ નવા ભાવ ઘટાડો
બાળકો રૂ. 350 રૂ. 350 0
16 વર્ષથી વધુ ઉંમર રૂ. 699 રૂ. 630 રૂ. 69
કુલ પાંચ દિવસ મળશે નવા ભાવનો લાભ
આપને જણાવી દઈએ કે, ટિકિટના દરમાં કરવામાં આવેલ આ ઘટાડો મર્યાદિત સમય માટે જ અમલમાં રહેશે. આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી એમ કુલ પાંચ દિવસ સુધી આ ઘટાડેલા નવા ભાવનો લાભ લઈ શકાશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો ઓછા ભાવે રોવ-પે દ્વારા ગિરનાર પર્વત પર જઈ શકશે.
લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gold Price Today: આજનો સોનાનો ભાવ: સોનાના ભાવમાં મોટો ઉછાળો કે ઘટાડો? જાણો 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ
Baba Vanga Prediction: ભવિષ્યવેતા બાબા વેંગાની સોના-ચાંદી અંગે આગાહીથી હડકંપ; વિશ્વમાં સર્જાશે કેશ ક્રાઈસિસ અને રોકડ નાણું તેની વેલ્યૂ ગુમાવશે
કુંભમાં ચાર ગ્રહોનો મહાસંગમઃ 4 રાશિના જીવનમાં આવશે ખુશીઓની હેલી, ભાગ્યનો સાથ મળતાં જાતકો ધારેલા લક્ષ્યો સિદ્ધ કરી શકશે
ભક્તો-યાત્રીઓ માટે મહત્વના નંબર
ડિઝાસ્ટર શાખાના નંબર: 0285-2633446, 2633447, 2633448
પોલીસ સ્ટેશન, કંટ્રોલરૂમ નંબર: 0285-2622500
ભવનાથ ઝોનલ ઓફિસ કંટ્રોલરૂમ: 0285-262250
ભવનાથ દત ચોક માહિતી કેન્દ્ર: 0285-26225012
ભવનાથ પ્રેસ મીડિયા સ્ટોલ: 0285-2622503
પોલીસ નંબર: 100, 0285-2630603, 2632373
ફાયર ઈમરજન્સી નંબર: 101, 0285-262084, 89800 15469
ડિઝાસ્ટર પ્રોગ્રામ ઓફિસર મનપા: 73833 98337. 94274 33979
EMRI 108 ઈમરજન્સી નંબર: 108, 80006 14552, 74055 18813
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વી: 99099 81895
સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી: 0285-2960121, 84674, 98252 37200. 75678
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
