<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

મહાશિવરાત્રીના મેળાના પ્રારંભે ધજારોહણ પૂર્વે એસટી બસ દ્વારા કર્મચારીઓ ભવનાથ પહોંચ્યા : બહાઉદીન કોલેજ ખાતેના પાર્કિંગથી કર્મચારીઓ શિફ્ટ વાઇઝ ભવનાથમા જવાબદારી

ભવનાથ ખાતે વિવિધ વિભાગો અને મહાનગરપાલિકાના 600 જેટલા કર્મચારીઓ વિવિધ પોઇન્ટ પર પાયાની સુવિધા અંતર્ગત ભાવિકોને સહાયરૂપ થવા માટે ફરજ ઉપર

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧ : મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને વધુ સગવડતા મળે  તે માટે જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા બે મહિનાથી સતત કામગીરી કરી રહ્યું છે.

           વર્ષોથી ભવનાથ જતા વિવિધ વિભાગના કર્મચારીઓ ફરજ ના ભાગરૂપે અલગ અલગ સરકારી ગાડીઓમાં જતા હતા પરંતુ ભાવિકોને ટ્રાફિક ના નડે અને આરામથી ગિરનાર દરવાજા અને ભરડાવાવ થી ભવનાથ પહોંચી શકે તે માટે કર્મચારીઓને એક સ્થળેથી એક સાથે એસટી  બસ મારફત ભવનાથ ખાતે ફરજ સોંપવામાં આવી છે ત્યાં પહોંચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે સવારે ૬ વાગે બહાઉદીન કોલેજ થી એસટી બસ મારફતે કર્મચારીઓ શિફ્ટ ભવનાથ ખાતે પહોંચ્યા હતા .આ એક નવો બદલાવ છે જે ભાવિકોની સરળતા અને સુગમતા માટે છે. ભવનાથ ખાતે વિવિધ વિભાગો અને મહાનગરપાલિકાના 600 જેટલા કર્મચારીઓ વિવિધ પોઇન્ટ પર પાયાની સુવિધા અંતર્ગત ભાવિકોને સહાયરૂપ થવા માટે ફરજ બજાવવાના છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:36 AM IST)