<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

બોરડા ગામના મહિલા સરપંચે મહિલા પોલીસ નયના બારૈયા વિરૂધ્‍ધ કરી પોલીસ ફરિયાદ

પતિ પત્‍નિ ઓર વો... તળાજા પંથકની ઘટના : પતિ રાજુ આહીર સાથે અફેરને લઈ મારી નાખવાની ધમકી : રાજુ મારો નહિ તો તારો પણ નહિ ના કર્યા મેસેજ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૧: તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ અહીં દાઠા પોલીસ મથકે આવી ને બહુ ચર્ચિત મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મહિલા સરપંચ નો આરોપ છેકે પોતાના પતિ રાજુભાઇ આહીર ને કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા સાથે અફેર હોય તેના કારણે ફરિયાદી એ સબંધ રાખે છે તે ખોટું છે તેમ વ્‍હોટશેપ મેસેજ કરેલ.બાદ રાજુ મારો નહિ તો તારો પણ નહીં તેમ કહી રાજુ આહીર ને મારી નાખવાની ધમકી આપી હતી અલગ અલગ માધ્‍યમથી મેસેજ કરી ને.દાઠા પોલીસે મહિલા કોન્‍સ્‍ટેબલ વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

બોરડા ગામના પૂર્વ સરપંચ રાજુભાઇ રામભાઈ ભમ્‍મરના પત્‍ની કુંદનબેન ઉ.વ.૩૯ જે હાલ બોરડા ગામના સરપંચ છે.હાલ તેઓ સુરત પર્વત પાટિયા,શાંતિવિહાર સોસાયટી ખાતે રહે છે.સંતાન મા એક દીકરી, એક દીકરો છે. તેઓએ પોલીસ કોન્‍સ્‍ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા રે.દેવગાણાં વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.

ફરિયાદી એ વીસેક વર્ષ પહેલાં રાજુભાઇ ભમ્‍મર સાથે પ્રેમ લગ્ન કરેલ છે.આજથી દોઢેક વર્ષ પહેલાં પતિ સાથે બોરડા ગામે રહેતી હતી  ત્‍યારે પોલીસ કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા સાથે પતિ રાજુભાઇ ને અફેર હોવાની જાણ ફરિયાદી ને થયેલ.આથી વ્‍હોટશેપ મેસેજ કરી ને નયના બારૈયા ને કહેલ કે તું મારા પતિ સાથે સંબંધ રાખે છે તે ખોટું છે.બાદ આરોપી વ્‍હોટશેપ મેસેજ દ્વારા અપશબ્‍દો કહેવા લાગેલ.બાદ પતિ રાજુભાઇ સુરત રહેવા આવતા રહેલ.તેથી નયના બારૈયા ને ત ન ગમતા સોસીયલ મીડિયા અને મોબાઈલ માધ્‍યમથી ટેક્ષ મેસેજ કરી ને અત્‍યાર સુધી અપશબ્‍દો કહી પતિ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ.રાજુ તારો નહિ તો મારો પણ નહીં,મારા પર ભલે ૩૦૨ થાય તારે પોલીસ સ્‍ટેશન જવું હોય તો જજે,૧૫ દિવસમાં તું રૉતી ન હોય તો મને કહેજે. ફરિયાદી સાધુ સમાજના હોય બાવણ કહીને બોલાવે છે.

ફરિયાદી એ દાવો કર્યો છેકે જે મેસેજીસ અને વાત કરેલ છે તેના સ્‍ક્રીનશોર્ટ લઈ પેન ડ્રાંઇવ મા કોપી કરી ને ફરિયાદ સાથે રજૂ કરેલ છે. બીજી વખત આવું, જરૂર પડે ત્‍યારે જે મોબાઈલ પર મેસેજ આવેલ છે તે મોબાઈલ રજૂ કરવા પણ તૈયારી દર્શાવી છે.

મારી પત્‍નિએ પરેશાન કરી મુકયો છે :રાજુ ભમ્‍મર

ભાવનગર જિલ્લામા રાજુભાઇ ભમ્‍મર નામાંકિત ચહેરો છે. તે બોરડા ગામના સરપંચ રહી ગયા બાદસ્ત્રી અનામત આવતા તેમના પત્‍ની કુંદનબેનને ઉભા રાખી ફરી વખત જીતી ગયા હતા.શરીર પર સોનાના ઢગલો ઘરેણાં ધારણ કરી ને તેઓની સોસીયલ મીડિયા પર રીલ સારા પ્રમાણમાં વાયરલ થાય છે. તેઓની પત્‍ની એ દાઠા પોલીસ ને આપેલ ફરિયાદ ને લઈ રાજુભાઇ ભમ્‍મર એ સૌથી પહેલી સ્‍પષ્ટતા એ કરી હતીકે પોતાની પત્‍ની ના આરોપ તદ્દન ખોટા છે!.તેઓએ આપવીતીમા દાવો કર્યો છે કે પોતાની પત્‍ની એ પોતાને પરેશાન કરી મુકયો છે. વર્ષોથી હેરાન કરેછે. એક વખત પોતે દવા પી ગયેલ.મારી ઘણી પ્રોપર્ટી છે તે તેના નામે છે. કંટાળીને મેં ડિવોર્સની નોટિસ પણ આપેલ છે. મને બદનામ કરી રહ્યા છે. માનસિક ટેન્‍શન ઉભું કરી રહ્યાનો પણ દાવો કર્યો હતો.

નયના બારૈયાને નોટિસ આપી બોલાવીશું : પો.ઇન્‍સ

બનાવની તપાસ પો.ઇ ચેતન મકવાણા કરી રહ્યા છે.તેઓએ જણાવ્‍યું હતુ કે આરોપી પોલીસ કોન્‍સ્‍ટેબલ નયના બારૈયાને નોટિસ આપી બોલાવવામા આવશે.પોલીસે જે કલમો લગાવી છે તેમાં બી.એન.એસ કલમ ૩૫૧(૩),૩૫૧(૪),૩૫૨ છે.કલમ ની જોગવાઈ બાબતે ગંભીર રીતે મળત્‍યુ ની ધમકી આપવી, છુપાઈને આપવી, ઝઘડો કરવો અથવા શાંતિ નો ભંગ કરવો. જો આ કેસ કોર્ટમાં ચાલે, આરોપ સાબિત થાય,ગુનેહગાર ઠરે તો ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

નયના બારૈયા પાસે વિડિઓ ફોટા છે?!

પોલીસમાં ફરજ બજાવવા છતાંય નયના બારૈયા ચર્ચાસ્‍પદ ચહેરો રહી છે. થોડા સમય પહેલા તેઓની સામે ફરિયાદ પણ નોંધાઇ છે આરોપીને આશ્રય આપવાની. આ વધુ એક ફરિયાદ છે. આથી નયના બારૈયા ફરી ચર્ચા સ્‍થાને છે. તેઓ પાસે કહેવાય છેકે કેટલાક વિડિઓ અને ફોટાઓ પણ છે. આ વિડિઓ અને ફોટાઓ કોના છે તે બાબતે આગામી સમયમાં પોલીસ તપાસ કરે તો વધુ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે

(10:21 AM IST)