તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 11th February 2026
ભાણવડના સણખલા ગામે પત્નિની હત્યા
પાણી વાળવા બાબતે આદિવાસી પરિવારમાં ઘટનાઃ ગળુ દબાવી દીધુ

જામખંભાળીયા તા.૧૧: મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના ૩૨ વર્ષના શખ્સે સોમવાર બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉંમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરતા અથવા તો ગળું દબાવી દેતા તેમનું મળત્યુ નિપજાવ્યું હતું.
જે અંગેની ધોરણસર ફરિયાદ પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર (ઉ.વ. ૩૫, રહે. અડવાણા)એ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
