<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ફુલડોલ ઉત્‍સવ યોજાશે

ફુલડોલ ઉત્‍સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ :.. દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્‍સવની ઉજવણી કરવામાં આવશે. જેના ઉપલક્ષમાં ફૂલડોલ ઉત્‍સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે બેઠક યોજાઇ હતી. 

આ તકે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્‍યામાં પધારતા પદયાત્રિકો માટે હાઇવે પર માર્ગ સલામતી માટે સાઇન બોર્ડ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, આરોગ્‍ય, ર્પાકિંગ વ્‍યવસ્‍થા, સી.સી.ટી.વી કેમેરાથી ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવા તેમજ દિવ્‍યાંગ દર્શનાર્થીઓ માટે વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા, પદયાત્રિઓ માટે ખાદ્યપદાર્થોની ચકાસણી કરવી,  વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી. ઉપરાંત, ગોમતી ઘાટ ખાતે બેરીકેટીંગ તેમજ યાત્રાળુઓની સલામતી સુનિヘિ કરવા સહિત બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્‍થળો પર દર્શનાર્થીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ આનુષાંગિક વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્‍યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક   એચ.પી.જોશી, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, વહીવટદાર અને નાયબ કલેકટર  હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્‍ટર મનોજ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક વિસ્‍મય માનસેતા, સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(10:51 AM IST)