<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

કચ્‍છના છારી-ઢંઢ વેટલેન્‍ડમાં પ્રવાસી પક્ષી

ગ્રે હાયપોકોલિયસને જોવા દુનિયાભરનાં પક્ષીરસિકો આવે છે

ભુજથી માત્ર ૬૦ કીમી દૂર આવેલ છારી-ઢંઢ વિન્‍ટર અનેક વિન્‍ટર વિઝિટર બડર્સનું આશ્રય સ્‍થાન, દુનિયામાં માત્ર ભારતમાં જ જોવા મળતું વ્‍હાઇટ નેપ્‍ડ ટિટ પક્ષી પણ અહીં જોવા મળે છે

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્‍છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્‍ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્‍યો છે. આ વેટલેન્‍ડની આસપાસ ૨૮૩ થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્‍ય આકર્ષનું કેન્‍દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્‍કતી લટોરો' કહે છે. ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાનના સુકા વિસ્‍તારોમાં પ્રજનન કરે છે અને ૧૯૯૦થી કચ્‍છનાં છારી-ઢંઢનાં જળપ્‍લાવિત વિસ્‍તારમાં શિયાળો ગાળવા આવે છે.

વિશેષજ્ઞોના જણાવ્‍યા અનુસાર, ગ્રે હાયપોકોલિયસ સામાન્‍ય રીતે સુકા ઝાડીવાળા વિસ્‍તારો, રણપ્રદેશ અને નજીકના ખેતી વિસ્‍તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વળક્ષો તથા ઝાડીઓનાં ફળો-બોર તેનો આહાર છે.ખાસ કરીને, પીલુડીનાં પીલું તેના અતિપ્રિય છે. શિયાળાના મહિનાઓમાં દુનિયાભરના પક્ષીપ્રેમીઓ અને સંશોધકો આ દુર્લભ પ્રવાસી પક્ષીને જોવા છારી-ઢંઢ અચૂક આવે છે. પક્ષી નિરીક્ષકો જણાવે છે કે ગ્રે હાયપોકોલિયસ ઓક્‍ટોબર-નવેમ્‍બર દરમિયાન ફુલાય ગામનાં ઝાડીવાળા જંગલોમાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ સુધી અહીં રહે છે. આ પક્ષી મુખ્‍યત્‍વે Salvadora persicaના પાકેલા બેરીઝラસ્‍થાનિક રીતે ‘પિલુડી' અથવા ‘ખારી જાર'ラપર નિર્ભર રહે છે. આ ઉપરાંત, તે ‘ટાંકરા' નામના ઓળખાતા છોડના ફૂલનાં બોર પણ ખાય છે. એક સંશોધન નોંધ પ્રમાણે,  ૨૨ અને ૨૩ માર્ચ ૧૯૬૦ના રોજ કચ્‍છનાં મોટા રણમાં કૂઆર બેટમાંથી ગ્રે હાયપોકોલિયસના બે નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ૨૩ જાન્‍યુઆરી ૧૯૯૦ના રોજ પક્ષિવિદ્‌ એસ. એન. વરુએ બન્નીનાં ઘાંસિયા મેદાનોમાં આવેલા ફુલાય ગામ ખાતે એક માદા ગ્રે હાયપોકોલિયસનું જોયુ હતુ. તેના આ નિરીક્ષણને એક મહત્‍વપૂર્ણ પુનઃશોધ માનવામાં આવે છે.

છારી-ઢંઢ વેટલેન્‍ડમાં ગ્રે હાયપોકોલિયસને જોવા માટે આ સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ સ્‍થળ માનવામાં આવે છે, જેના કારણે તે વૈશ્વિક પર્યટકો, પક્ષીપ્રેમીઓ અને વન્‍યજીવન ફોટોગ્રાફરો માટે મુખ્‍ય આકર્ષણ બની ગયું છે.

આ ઉપરાંત, વ્‍હાઇટ-નેપ્‍ડ ટિટ (Machlolophus nuchalis) પક્ષીને જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ પક્ષી દુનિયાભરમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે અને ભારતમાં પણ સૌથી વધુ કચ્‍છમાં જ જોવા મળે છે

(11:42 AM IST)