<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

મુન્‍દ્રા જ્‍વેલર્સ ફાયરીંગ પ્રકરણમાં લૂંટારૂઓને શોધવા ધમધમાટ

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧: કચ્‍છના મુન્‍દ્રામાં રુદ્રાક્ષ જ્‍વેલર્સમાં લૂંટના પ્રયાસ સાથે ત્રણ રાઉન્‍ડ ફાયરીંગના ચકચારી બનાવમાં પોલીસ તપાસ તેજ બની છે.

મુન્‍દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદ, પીઆઈ શક્‍તિસિંહ રાણા પોલીસ ટીમ સાથે તપાસમાં વ્‍યસ્‍ત છે. ઝડપાયેલ મધ્‍ય પ્રદેશના એક લૂંટારુની સઘન પૂછપરછ સાથે અલગ અલગ સ્‍થળોના સીસી ટીવી ફૂટેજની ચેક કરાઈ રહ્યા છે.

આ સાથે જ ડોગ સ્‍ક્‍વોડ ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરી નાસી છૂટેલા ત્રણ લૂંટારુઓના સગડ મેળવાઇ રહ્યા છે.

આ ચકચારી બનાવમાં વ્‍યાપારી પિતા પુત્ર રાજેન્‍દ્ર પાટણીયા અને વિશાલ પાટણીયાએ હિંમતપૂર્વક સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્‍ફળ બનાવી એક લૂંટારુને ઝડપ્‍યો હતો. જોકે, મુન્‍દ્રામાં પોલીસ સ્‍ટેશનની સંખ્‍યા વધી છે પણ કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી પરિસ્‍થિતિ સામે પોલીસ કડકાઈપૂર્વક કામ કરે તેવી લાગણી રાજકીય, સામાજિક વર્તુળો સાથે લોકો વ્‍યક્‍ત કરી રહ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની ઓળખ નોંધણી સાથે બી રોલ ભરાય એની પણ ચર્ચા છે. (તસ્‍વીરઃ રાજ સંઘવી, મુન્‍દ્રા)

(1:42 PM IST)