<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ધોરાજીમાં કેનાલ પાસે વાડીમાં શ્રમીકે કૂવામાં ઝંપલાવી કરેલો આપઘાત

ધોરાજી, તા.૧૧: ધોરાજી તાલુકા પોલીસ મથક વિસ્‍તારમાં આવેલ જમનાવડ ગામ પાસે વાડી માં ખેતી કામ કરતા ખેત મજૂર મૂળ મહારાષ્‍ટ્રના નંદુરબાર પંથકના ૩૦ વર્ષીય શંકર પંડિતે અગમ્‍ય કારણોસર કૂવામાં પડી જીવન ટુંકાવી લેતા બનાવ અંગે પોલીસ ને જાણ થતાં પોલીસ સ્‍ટાફ દોડી જઇ ને તપાસ હાથ ધરી હતી

આ બનાવ અંગે ધોરાજી નગરપાલિકા ની  ફાયર ટીમ ને જાણ થતાં ઘટના સ્‍થળે દોડી જઇ ને મળતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો મૃતક શ્રમિકના મળતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથક નાં જયેશભાઇ બાંટવા સહિતના પોલીસ સ્‍ટાફે તપાસ હાથ ધરી છે. 

(12:12 PM IST)