<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સાવરકુંડલા તાલુકામાં ર.૮૧ કરોડના ખર્ચે જળસંચયના કામ થશેઃ મહેશ કસવાલા

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૧: તાલુકાના જળસંચય ના  મહત્‍વપૂર્ણ વિકાસકાર્યો માટે ધારાસભ્‍યશ્રી મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્‍નો પરિણામે કુલ રૂા. ૨.૮૧  કરોડના કામોને મંજુરી મળેલ છે. આ વિકાસકાર્યો થકી તાલુકાની ‘જીવનદોરી' સમાન ડેમો, નદીઓ અને નાળાઓની પાણી સંગ્રહ ક્ષમતા વધશે તેમજ ખેડૂતોને લાંબા ગાળે સીધો લાભ મળશે.

આ મંજુર થયેલ યોજનાઓ અંતર્ગત, ઘોબા ગામે નદી ઊંડી ઉતારવા નું અકામ  ૫૬.૦૦ લાખ, વીજપડી ગામોની જામવાળી નદીમાં ચેકડેમનું કામ  ૫૯.૦૦ લાખ,તથા કડવાળી નદી ઉપર ચેકડેમનું કામ ૫૮.૦૦ લાખ,નાળ ગામે ચેકડેમ નંબર ૧ નું કામ ૧૮.૬૦ લાખનું કામ ,ચેકડેમ નંબર ૨ નું કામ  ૧૪.૮૨ લાખ,  તેમજ વણોટ ગામે ઘાણો નદી  ઉપર ચેકડેમ નંબર ૧  ૩૯.૩૭ લાખનું કામ તેમજ ચેકડેમ નંબર ૨ નું ૩૫.૫૧ લાખનું કામ કુલ ૨.૮૧  કરોડના કામો  હાથ ધરવામાં આવશે. આ કામોથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે, ભૂગર્ભ જળસ્‍તર ઊંચું આવશે અને ખેતી માટે સ્‍થિર પાણી ઉપલબ્‍ધ બનશે.

ધારાસભ્‍યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્‍યું હતું કે, ‘સાવરકુંડલા તાલુકાની આ નદીઓ અને ડેમો વિસ્‍તારની જીવનદોરી છે. આ વિકાસકાર્યો થકી માત્ર પાણી સંગ્રહ જ નહીં પરંતુ પુરથી થતા નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે ખેતી, પશુપાલન અને ગ્રામ્‍ય જીવનને નવી શક્‍તિ મળશે.' આ તમામ યોજનાઓ સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસને નવી દિશા આપનાર સાબિત થશે તથા પર્યાવરણીય સંતુલન સાથે આર્થિક વિકાસને પણ વેગ મળશે.

આ મહત્‍વપૂર્ણ વિકાસકાર્યોને મંજુરી આપવા બદલ ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા જળસિંચન મંત્રી ઈશ્વરસિહજી પટેલનો તાલુકાની જનતા તરફથી ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કર્યો

(2:33 PM IST)