<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

જામનગરમાં ૨.૮૦ કરોડની સરકારી જમીન પચાવી

જગદીશ ચોવટીયા, રાજેશ મારુ અને યજ્ઞેશ રાણપરીયાની અટકાયત

 

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા.૧૧,જામનગરમાં ૨.૮૦ કરોડની સરકારી જમીન પચાવી પાડવાનો મામલે છ શખ્‍સો સામે લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.પોલીસે ૩ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 રણજીત સાગર રોડ પર સરકારી જમીન પચાવી પાડવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.આરોપીઓએ સરકારી ખરાબાની જમીનના ખોટા નકશા અને દસ્‍તાવેજો બનાવી ૬૬ પ્‍લોટ પાડી વેચી નાખવાનું કાવતરું કર્યું હતુંસરકારી જમીન ૮,૫૮૬ ચોરસ મીટર આશરે ૨.૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

  જમીન પચાવી પાડવાના આરોપસર મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુનો નોંધાયો છે.

પોલીસે જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયાની અટકાયત કરી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:42 PM IST)