News of Wednesday, 11th February 2026
જામનગર કોર્પોરેશન દ્વારા સંવેદનાસભર સૂચન સ્વીકારી બજેટમાં સુવિધાની ખાસ જોગવાઇઓ કરવામાં આવતા સંસદસભ્ય પુનમબેન માડમ દ્વારા આવકાર
વિકાસની હરણફાળ અને હોલીસ્ટીક વે થી ઇઝ ઓફ લીવીંગ સાથે સાથે સંકટની ઘડીએ સ્વજનોની સાથે ઉભા રહેવાનુ સુચન અને તેની સ્વીકૃતિ કરીને બજેટમાં વિશેષ જોગવાઇઓ એ બંને બાબતો જામનગરવાસીઓની સાનુકુળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામ્યુકોના બજેટ ૨૬-૨૭ અંગે જાણવા મળ્યા મુજબ , નગરની સુવિધાઓ વધારવા અન્ય મહત્વની જોગવાઇઓ સાથે સાથે માનવીય સંવેદનાસભરનું સંસદસભ્ય પૂનમબેન માડમનું સુચન ગ્રાહ્ય રાખી જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશને આદર્શ સ્મશાનની અંતિમક્રીયા સુવિધા વિનામુલ્યે મળશે તે જોગવાઇ જાહેર કરી છે.
જામનગરના વિકાસની હરણફાળ અને હોલીસ્ટીક વે થી ઇઝ ઓફ લીવીંગ સાથે સાથે સંકટની ઘડીએ સ્વજનોની સાથે ઉભા રહેવાનુ સુચન અને તેની સ્વીકૃતિ કરી બજેટમાં વિશેષ જોગવાઇઓ એ બંને બાબતોએ જામનગરવાસીઓની સંવેદનાને સાનુકુળ બાબતો ગણવામાં આવે છે જે અંગે શહેરના નાગરીકોના સકારાત્મક પ્રતિભાવ મળ્યા છે.
આ સંવેદનાસભર સૂચન સ્વીકારી બજેટમાં આ સુવિધાની ખાસ જોગવાઇઓ કરવામાં આવતા સંસદસભ્ય પુનમબેન માડમએ આવકારેલ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
