<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભાણવડના સણખલા ગામની સીમમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ : જુઓ વિડીયો

ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરતા પતિ નંદરામ એ પત્ની રેખાબેનને મોતને ધાટ ઉતારી દીધેલ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ :            ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણખલા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતિય મજુર રેખાબેન ઉ.વ. આશરે 30 સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે તેમના પતિ એ ઝઘડો કરતા તેમના પતિ નંદરામ એ રેખાબેન ને માથામાં જમણી બાજુ લોખંડના પાવડા નો ઘા મારી પાડી દઈ તેને હાથથી શરીર એ મુક્કા મારી જમણી આંખ ઉપર તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી તેમજ ગળાના ભાગે વિખોડિયા ભરી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવેલ હતુ.

         જે બાબતે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થતા આરોપી નંદરામ લાલુ ગરવાલ રહે કલમપાડા તાલુકો જીલ્લો રતલામ મધ્ય પ્રદેશ વાળા ને ઉપરોક્ત ગુના ના કામે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવેલ છે.

(3:26 PM IST)