હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 11th February 2026
જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પગપાળા ચાલીને ભવનાથમાં સાધુ સંતોના આશ્રમો-અખાડાઓની મુલાકાત કરીને સંતોના આશીર્વાદ મેળવ્યા
મેયર ધર્મેશભાઈ પોશિયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા સહિતના પદાધિકારી અધિકારીઓએ ચાલીને આશ્રમોની મુલાકાત કરી : મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારવાની સાથે આશીર્વાદ પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧ : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ પગપાળા ચાલીને ગીરનાર તળેટી સ્થિત જુદા જુદા આશ્રમોની પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોના આશ્રમો- અખાડાઓની મુલાકાત કરી હતી, આ આશ્રમો ખાતે ભાવપૂર્વક દર્શન કરવાની સાથે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, જિલ્લા કલેકટરશ્રીએ ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુના આશ્રમ સહિત જુદા જુદા અખાડાઓની મુલાકાત કરી હતી અને સાધુ સંતો સાથે જોડાઈને ધ્વજારોહણકર્યું હતું. શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારવાની સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
