<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

લીલીયાના કણકોટમાં રખડતા શ્વાનનો આતંક બાદ જંગલી રોઝ હડકાયુ બનતાં બે લોકો પર હુમલો કર્યો

રોઝના હુમલામાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચતા બંને જણાને દામનગરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા

અમરેલીમાં સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં રખડતા શ્વાનનો આતંક પણ સામે આવી રહ્યો છે. હવે જંગલી રોઝ પણ લોકોને ઈજા પહોંચાડી રહ્યાં છે. અમરેલીના નાના કણકોટમાં જંગલી રોઝના હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે. લીલીયાના કણકોટમાં જંગલી રોષ હડકાયુ બન્યું હોવાની માહિતી સામે આવી છે

અમરેલીના લીલીયાના કણકોટમાં સ્વાનના આતંક બાદ હવે જંગલી રોઝનો આતંક સામે આવ્યો છે. કણકોટમાં જંગલી રોઝ હડકાયું બનતાં બે લોકોને ઈજા પહોંચી હતી. રોઝના હુમલામાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. બંને જણાને દામનગરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા હતાં

(11:53 PM IST)