<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

કચ્છના મુન્દ્રામાં જ્વેલર્સની લૂંટ ફાયરિંગમાં ઝડપાયેલ લૂંટારુ ૧૦ દિ’ના રિમાન્ડ પર

મધ્યપ્રદેશના કુખ્યાત હિસ્ટ્રીશીટર ઢોલુ ઉપર ૧૬ ગુનાઓ, અન્ય ત્રણ ફરાર લૂંટારુઓને ઝડપવા પોલીસની તેજ ગતિવિધિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :  કચ્છમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકનાર મુન્દ્રા જ્વેલર્સના લૂંટ અને ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલ આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મધ્યપ્રદેશના મોરે જિલ્લાના રહેવાસી એવા પંકજ ઉર્ફે ઢોલુ રામનરેશ શર્મા ઉપર વિવિધ રાજ્યોમાં ૧૬ ગુનાઓ દાખલ છે. મુન્દ્રા પોલીસે ઝડપાયેલ આ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આરોપીએ તેમની ગેંગની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસને આપેલ માહિતી અનુસાર તેઓ લૂંટ કરતા પહેલા રેકી કરી ગ્રાહકો ન હોય એવા સમયે ગ્રાહક તરીકે પ્રવેશી લૂંટ ચલાવે છે. લૂંટમાં તેઓ અન્ય શહેરમાંથી વાહન ચોરી તેનો ગુનામાં ઉપયોગ કરે છે. જોકે, હજી આ બનાવમાં ત્રણ લૂંટારુઓ ફરાર છે. પોલીસે આ ફરાર લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:44 PM IST)