તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th February 2026
ઉના પંથકમાં અઠવાડિયામાં વધુ ૫.૯૬ લાખનો સુકો ગાંજો ઝડપાયો
ગીર ગઢડામાં ૨૭.૬૬ લાખના ગાંજાના છોડનું વાવેતર પકડયા બાદ જરગલીમાં એસ.ઓ.જી. અને એલસીબીની બીજી મોટી રેડ

(નવીન જોષી દ્વારા)ઉના,તા.૧૨: અઠવાડિયા દરમ્યાન ગીર ગઢડામાં રહેણાંક મકાનની પાછળ વાવેતર કરેલ ૨૭.૬૬ લાખના ગાંજાના છોડ અંગે ખેડૂતજી ધરપકડ બાદ ઉના પંથકના જરગલીમાં એસ.ઓ.જી અને એલસીબીએ બીજી મોટી રેડ કરીને વધુ ૫,૯૬ લાખનો સુકા ગાંજા સાથે લાલજી કાળુભાઈ પરમારને પકડીને રર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
રેન્જ આઇ જી. પી. નિલેશ ભાઈ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજાની સૂચના થી જિલ્લામાં માદક પદાર્થો પકડી જીલ્લા ને ઝીરો ટોલરેટ કાર્યવાહી કરવા જિલ્લાની સ્પેશિયલ ગ્રુપ ઓપરેશન અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી મળી હતી કે ગીર ગઢડા તાલુકાના જરગલી ગામની સીમમાં ગાંજાનું વાવેતર કરેલ છે.
આ બાતમીના આધારે SOG બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. કાગડા અને LCB બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર એસ. વી. રાજપૂત અને સ્ટાફ સાથે અધિકારીઓ સાથે રાખી ગીર ગઢડા તાલુકાના જરગલી ગામની સીમમાં ધોકા ધાર સીમમાં લાલજી કાળુભાઈ પરમાર રે.જરગલીવાળા એ કબ્જા ભોગવટા ની ખેતી ની જમીન માં મોટા પ્રમાણમાં ગાંજો ના છોડ નું વાવેતર કરી સુકવી વેચવાની પેરવી કરતા હોય પોલીસે રેડ કેરી સૂકો ગાંજો ના છોડ નું વજન કરતા ૧૧ કિલો ૯૩૬ગ્રામ થયેલ અને તેની આંતરાષ્ટ્રીય બજારકિંમત રૂપિયા ૫ લાખ ૯૬૮૦૦/ નો કબ્જે કરી ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી લાલજી ભાઈ કાળુભાઈ પરમાર રે. જરગલી વાળા ને નાર્કોટક્સ કલમ 8(C),20(B),(i i) B મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
પકડાયેલ આ આરોપી કેટલા સમય થી ગાંજોનું વાવેતર કરી રહ્યા હતો? અને કોને કોને વેચેલ? તેની માહિતી મેળવી રહેલ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે ગત તા.૬ના રોજ ગીર ગઢડા ગામે મકાન પાછળ આવેલ ખુલ્લા વાડા મા ખેડૂત ભીખાભાઈ અતુભાઈ મકવાણા રે. ગીર ગઢડાને ત્યાંથી ૫૫ કિલો થી વધુ ગાંજોના છોડ રૂપિયા ૨૭ લાખ ૬૬૦૦૦/નો પકડી લીધો હતો. આઠ દિવસ માં કુલ ૩૩ લાખ,૬૨૮૦૦/નો ગાંજો પકડી પાડ્યો હતો.(૪૦.૩૧)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
