તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ભાણવડના સણખલામાં પત્નીની હત્યા પતિની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૨: ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણખલા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતિય મજુર રેખાબેન ઉ.વ. આશરે ૩૦ સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે તેમના પતિ એ ઝઘડો કરતા તેમના પતિ નંદરામ એ રેખાબેન ને માથામાં જમણી બાજુ લોખંડના પાવડા નો ઘા મારી પાડી દઈ તેને હાથથી શરીર એ મુક્કા મારી જમણી આંખ ઉપર તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી તેમજ ગળાના ભાગે વિખોડિયા ભરી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવેલ હતું.
જે બાબતે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થતા આરોપી નંદરામ લાલુ ગરવાલ રહે કલમપાડા તાલુકો જીલ્લો રતલામ મધ્ય પ્રદેશ વાળા ને ઉપરોકત ગુના ના કામે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવેલ છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
