તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 12th February 2026
બાઇકમાંથી ફંગોળાઇ જતા ઉના પંથકના યુવાનનું મોત
ખાંભાના ચક્રાવા ગામે કેન્સરની બિમારીથી ત્રાસી આત્મહત્યાનો પ્રયાસઃ અમરેલી જીલ્લામાં ૧૦ નશાખોર ઝડપાયાઃ સાવરકુંડલા નજીક ટ્રક સાથે ભટકાતા બસને નુકશાન દામનગરના ભટવદર ગામે ઝટકા મશીનને અડી જતા છ વર્ષના બાળકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.,૧૨ : જાફરાબાદ તાલુકાના રોહીશાથી ખત્રીવાડા ગામ તરફ જતા રોડે દિવ્યેશ કરશનભાઈ રાઠોડે પોતાનુ સ્પ્લેન્ડર બાઈક જી.જે.૧૪એ.એસ.૮૬૦૫માં પોતાના ફઈના દિકરા કિશનભાઈ ભગવાનભાઈ પામક રહે.ખત્રીવાડ તા. ઉના વાળાને પાછળ બેસાડી ખત્રીવાડ ગામથી રોહીશા ગામ જતા પોતાનુ બાઈક પુરઝડપે ચલાવી સામેથી આવતા અજાણ્યા બાઈકના કારણે પોતાના બાઈકને બ્રેક મારતા હેન્ડલ ઉપરનો કાબુ ગુમાવી પાછળ બેસેલ ફઈના દિકરા કિશનભાઈને રોડ ઉપર ફંગોળાઈ જતા મોઢા ઉપર તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી અને પોતે પોતાના શરીરે નાની-મોટી મુંઢ ઇજાઓ કરી ગુન્હો કર્યાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
ટ્રકે બાઈકને હડફેટે લેતા
મોટા માચિયાળા૪૦૦ કેવી આગળ ચિતલના વેપારી મુસ્તુફાઇબ્રાહિમભાઇ ભારમલ ઉ.વ.૫૪ પોતાનુએકટીવા બાઇક લઇને અમરેલીથી ચિતલ ગામ તરફ જતા હોય. તે દરમ્યાન મોટા માચિયાળા ૪૦૦ કેવીથી આગળ પહોચતા સામેથી એક આઇસર ટ્રકપુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવી જમણા હાથે તથા જમણા પગે મુંઢ ઇજા કરી નાસી જઇ ગુન્હો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
રૂમમાં પંખા સાથે ચુંદડી
બાંધી ગળાફાસો
ચક્રાવા ગામે રહેતા સામતભાઈ નાજાભાઈ સોંદરવા ઉ.વ.૩૦ને છેલ્લા એકવર્ષથી મોઢાના ભાગે કેન્સરની બિમારી હોય.જેથી કેન્સરની બિમારીથી કંટાળી બપોરના આશરે એકાદ વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી પોતે પોતાની મેળે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરવાની કોશીષ કરતા સારવાર માટે દવાખાને ખસેડાયાનુ પત્નિ દિપાબેન સામતભાઇ સોંદરવાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
અમરેલી જીલ્લામાં પોલીસે જુદાજુદા સ્થળોએથી એક વાહન ચાલક સહીત ૧૦ શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમા સાવરકુંડલા,ખાંભા,અમરેલી સીટી,રાજુલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન ચાલક સામે ગુન્હો નોંધાયો
અમરેલી રાજકમલ ચોક પાસે રીક્ષા જી.જે૦૩ સીટી ૮૫૬૮ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા રવી હમીરભાઇ સલાટ સામે પો.કોન્સ. અશોકસીંહ મોરીએ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના પાટીયાથી આગળ અને ઓળીયા ગામ ગુરૂપ્રસાદ હોટલની રોડ વચ્ચે સરકારી એસ.ટી બસ જીજે. ૧૮ઝેડ ૯૬૧૧ મંડોર તા.ધાનપુરથી લઇને સાવરકુંડલા આવી રહેલ તે દરમ્યાન સીમરણના પાટીયાથી આગળ અને ઓળીયા ગામ ગુરૂપ્રસાદ હોટલની રોડ વચ્ચે અજાણ્યો આઈસર ટ્રક ચાલક રોંગ સાઈડમા ચલાવી સરકારી એસ.ટી.બસની સાથે ભટકાવી નુકશાન કરી નાસી જઈ ગુન્હો કર્યાની બસના ચાલક અશોકભાઈ ઉગાભાઈ પરમારે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
અકસ્માતે અડી જતા મોત
દામનગરના ભટવદર ગામની સીમમાં મુળ ચોસલી ફળીયુ વધાય ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર હાલ ભટવદર ગગજીભાઇ નારણભાઇની વાડીમા કામ કરતા રાકેશભાઇ જયંતિભાઇ ભીલનો દિકરો જસવંત રાકેશભાઇ ભીલ ઉ.વ.૬ વાડીના શેઢે મુકેલ ઝટકામશીનના વાયરને અકસ્માતે અડીજતાઝટકો લાગતાવાયર ઉપરપડી જવાથી ઝટકામશીનનો શોક લાગવાથી મોત નીપજ્યાનુ દામનગર પોલીસ મથકમા જાહેર કરેલ છે.
વડિયાના મેઘા પીપળીયા
ગામે પ્રૌઢ ઉપર હુમલો
વડિયાના મેઘા પીપડીયા ગામે દેવરાજભાઈ રત્નાભાઈ ખાંભલા ઉ.વ.૪૯ને વલ્લભ દેવીપુજકએ પાણીના અવાડે માલઢોરને પાણી પાવા બાબતે બોલાચાલી કરી ગાળો બોલી ડાબા હાથે પાઈપ મારી ઈજા કરી સુરેશ વલ્લભભાઇ તથા હસુ વલ્લભભાઇ દેવીપુજકે ગાળો બોલી બાથમબાથી કરી તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યાનીવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
