તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th February 2026
‘છોટીકાશી'માં મહાશિવરાત્રીએ હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના ઉપક્રમે શિવ શોભાયાત્રા
પરંપરાગત રીતે ૪૫મી શિવશોભાયાત્રાનો સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થયા પછી નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા ૪૪ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે પિસ્તાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને રવિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો રજત મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૨ સંસ્થાના ૧૯ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા- જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.
જામનગર શહેર છોટી કાશી ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે જે પરંપરા અનુસાર આ વખતે પિસ્તાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવશોભાયાત્રામાં સ્થાન પામતી ભગવાન શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ રવિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાન શિવજીના આશુતોષ ના સ્વરૂપ ની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન - અર્ચન - દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે સાડા ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.
સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. રજત મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટસ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (એક ફલોટ), શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (૩ ફલોટ), ભગવા યોદ્યા સંઘ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (એક ફલોટ) ભગવા રક્ષક (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ),બાળ હિન્દૂ સેના, શિવ નાગેશ્વર મિત્ર મંડળ (૧ ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), વિરાટ બજરંગ દળ (એક ફલોટ) સહિતના મંડળો દ્વારા ૧૯ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિપ્રધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.
બપોરે સાડા ચાર વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે ૧૨.૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.
આ વખતે સતત પિસ્તાલીસમાં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના કન્વીનર તરીકે પ્રજ્વલભાઈ પાલન તેમજ સહકન્વીનર તરીકે આશિષભાઈ નકુમ તથા હિરેનભાઈ માતંગ ની નિયુકિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ(મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વષાો તેમજ સંસ્થાના ઓળખપત્રો સાથે શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. યાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.
આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજાપ્રપતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.
જેમાં, નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, સમસ્ત કોળી સમાજ - નાગેશ્વર, મહાકાળ મિત્ર મંડળ, કેસરિયા હનુમાન મિત્ર મંડળ, રામદેવ મિત્ર મંડળ, દાઉદી વ્હોરા સમાજ, કોમી એકતા ગ્રુપ - સુભાષ બ્રિજ પાસે, હિતેશભાઈ બાંભણીયા ગ્રુપપ્ર આદર્શ સ્મશાન પાસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, વિક્રમ સાબુ શોપ પાસે, નવયુવક મિત્ર મંડળ નાગનાથ ગેઇટ, પટેલ રેસ્ટોરન્ટ - બીપીનભાઈ પટેલ, વિશ્વનાથ હોટલ ગ્રુપ, મહાવીર બેટરી પાસે, કાશી વિશ્વનાથ મંદિર, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્વાગત, મજદુર યુવક મંડળ- પી.ડબ્લ્યુ.ડી. ડેલા પાસે,સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, ભારતીય જનતા પાર્ટી - બેડી ગેઇટ, બનાસ અલ્પાહાર (નારસંગભાઈ ઠાકોર ગ્રુપ), ગુર્જર સુથાર કડિયા જ્ઞાતિ પ્ર હરિઓમ મિત્ર મંડળ પ્ર ધરમ મિત્ર મંડળ - કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર - કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ - જાયન્ટ્સ ગ્રુપ જનસેવા - દરેડ, બ્રહ્મ વિકાસ સમિતિ, શિવ શકિત સંસ્કળતી સેવા ટ્રસ્ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ - નવી વાસ, - હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, રણજીત રોડ - પંજાબ બેંક રિક્ષા એસો., સમસ્ત ભોઈ સમાજ, દીપક ટોકીઝ રીક્ષા એસો - અલુભાઇ પટેલ ગ્રુપ - પંકજ સોઢા ફાઉન્ડેશન, ગણેશ મિત્ર મંડળ - વજીર ફળી, રાજેન્દ્ર રોડ વેપારી એસોસીએશન-મુન્નાભાઈ નાગોરી, સાઈનાથ મિત્ર મંડળ, સમસ્ત સતવારા સમાજ, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ પ્ર દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, નિરવભાઇ ગ્રુપ પ્ર બર્ધન ચોક,કંસારા જ્ઞાતિ, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ - માંડવી ટાવર પાસે, શ્રી યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્વ.શ્રી બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સેન્ટ્રલ બેંક મીઠાઇ એસોસીએશન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, શિવ મિત્ર મંડળ સેન્ટ્રલ બેન્ક, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, શિવ મિત્ર મંડળ, સૂર્ય નારાયણ મંદિર, સારડા ફોરેકસ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર, જયમાતાજી હોટલ ગ્રુપ, શકિત યુવક મંડળ, સેતાવાડ ગજ કેશરી યુવા સંગઠન ગ્રુપ (અવેડિયા મામા) નાગર ચકલા વેપારી એસોસીએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, સમસ્ત હાલારી ભાનુશાળી જ્ઞાતિ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્પવળષ્ટિ, વૈજનાથ એપાર્ટમેન્ટના રહેવાસી દ્વારા સુકી ભાજીનો પ્રસાદ, ગિરનારી યુવક મંડળ, યંગ સોશ્યલ ગ્રુપ, ઓમકાળેશ્વર મિત્રમંડળ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, ત્રિશાલી પાવભાજી મહેન્દ્રસિંહ ચૌહાણ, શુભમ રેસ્ટોરન્ટ (હિતેન્દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર વગેરે દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું પૂજન અને સ્વાગત કરશે.
આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશ વ્યાસ (મહાદેવ)ની યાદીમાં જણાવાયું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
