<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. ૭ - ૯ અને ૧૬માં પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીની રાહબરીમાં વિકાસકાર્યોની તેજ રફતાર

ત્રણેય વોર્ડ માં જુદા જુદા ૪ વિસ્તારોમાં કુલ ૭ કરોડના વિકાસના કાર્યોના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા

જામનગર: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં વિકાસની વણથંભી રફતાર અવિરત ચાલુ રહી છે, અને વોર્ડ નંબર ૭, ૮, અને ૧૩ બાદ વોર્ડ નંબર ૭,૯ અને ૧૬ માં પણ આશરે ૭ કરોડ ના ૪ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.
જેના અનુસંધાને ગુરુવાર તારીખ ૧૨ ફેબ્રુઆરી ના રોજ સૌપ્રથમ વોર્ડ નંબર ,-૭ મા પ્રમુખ પાર્ક સોસાયટી માં, કે જ્યાં હાલ ગાડા માર્ગ હયાત છે. તેના પર સીસી રોડ બનાવવા ના કામનું  ખાતમુહૂર્ત કરાયું હતું.
 ત્યારબાદ વોર્ડ નંબર ૯ માં દિપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈને માંડવી ટાવર સુધી સીસી રોડના કામનું ઇન્દુ મધુ હોસ્પિટલ પાસે ખાતમુહૂર્ત કરાયું હતું.
 જયારે આણંદા બાવા ચકલાથી હવેલી સુધીના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું. જેની અંદાજે કિંમત ૬  કરોડ ૬૬  લાખ જેટલી થવા જાય છે, જે તમામના ખાતમુહૂર્ત કરી લેવાયા હતા.
ત્યારબાદ વોર્ડ નંબર ૧૬ માં પણ વિકાસ કાર્ય હાથ ધરાયા હતા, જે પૈકી વોર્ડ નંબર ૧૬ માં વિશાલ બેકરી ની બાજુમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યાં
 ૩૩.૩૬ લાખના ખર્ચે આ સીસી રોડ બનવા જઈ રહ્યો છે
ઉપરોક્ત તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી ને આવકાર અપાયો હતો.જેઓની સાથે જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી,મહામંત્રી વિજયસિંહ જેઠવા,ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશભાઇ દવે, ઉપરાંત ત્રણેય વોર્ડના કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, અમીતાબેન બંધીયા, પ્રભાબેન ગોરેચા, ધીરેનભાઈ મોનાણી, ધર્મીનાબેન સોઢા, કુસુમબેન પંડ્યા, પાર્થ ભાઈ કોટડીયા, ભારતીબેન ભંડેરી,ગીતાબા જાડેજા ઉપરાંત  શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૭,૯ અને ૧૬ ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(8:25 PM IST)