તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Thursday, 12th February 2026
ભુજના જાહેર માર્ગ ઉપર આગ અને ધડાકાથી લોકોમાં અફડાતફડી સાથે ભય : જૂઓ વિડીયો
એસટી બસ ડેપો તરફ જતા મુખ્ય માર્ગ ઉપર જૈન અમરધામ પાસે કચરો સળગાવતા તેની ઝાળ વીજ ડીપીને લાગતા ધડાકા સાથે આગ લાગતા દોડધામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : શહેરના ડોસાભાઈ ધર્મશાળાથી એસટી બસ ડેપો તરફ જતા મુખ્ય માર્ગ ઉપર જૈન અમરધામ પાસે કચરો સળગાવતા તેની ઝાળ વીજ ડીપીને લાગતા ધડાકા સાથે આગ લાગી હતી. હાઈ ટેન્શન વાયરો સાથેની ડીપીમાં આગ અને ધડાકાને પગલે લોકોમાં અફડાતફડી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે ધસી આવેલા ભુજ પાલિકાના ફાયરફાઈટરે આગને કાબૂમાં લીધી હતી. (વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
