<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

મોરબી પંથકમાં શ્વાનનો આતંક, બાળક-સગીર સહીત નવ નાગરિકોને બચકા ભર્યા.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ નાગરિકોને શ્વાનના આતંકનો ભોગ બન્યા : શ્વાને બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી પંથકમાં અવારનવાર શ્વાનનો આતંક જોવા મળતો રહે છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ નાગરિકોને શ્વાનના આતંકનો ભોગ બનવું પડે છે એક જ દિવસમાં બાળક સહિતના નવ નાગિરકોને શ્વાને બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

     મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં એક જ દિવસમાં આઠથી વધુ નિર્દોષ નાગરિકો શ્વાનના આતંકનો ભોગ બન્યા છે જેમાં ટીનાબેન સુમલાભાઈ (ઉ.વ.૪૩) (રહે ઘુનડા, તેજલબેન કણઝારીયા (ઉ.વ.૨૭)( રહે વાધરવા ) ભાર્ગવ દેવજીભાઈ (ઉ.વ.૧૬) (રહે સામાકાંઠે મોરબી) આરજુબેન રીયાઝભાઈ (ઉ.વ.૫) (રહે રણછોડનગર ) શર્માબેન પ્રકાશભાઈ (ઉ.વ.૨૧) (રહે ખાનપર) રાકેશભાઈ નાનાભાઈ (ઉ.વ.૩૦) (રહે ઘુનડા રોડ ) કિશોરભાઈ ઉકાભાઈ ઉડેચા (ઉ.વ.૪૦) (રહે લખધીરનગર) નરસીભાઈ રવજીભાઈ (ઉ.વ.૬૫) (રહે ગોકુલનગર શનાળા) અને પુનમબેન મગનભાઈ (ઉ.વ.૬૦) એમ નવ નાગરિકોને શ્વાને બચકા ભર્યા છે.

(9:43 PM IST)