<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

અમરેલીમાં જેસીંગપરામાં પાર્ક કરેલી CNG વાનમાં અચાનક બ્લાસ્ટ: ત્રણ લોકો દાઝ્યા

અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

અમરેલી શહેરમાં જેસીંગપરામાં પાર્ક કરેલી CNG વાનમાં બ્લાસ્ટ થયો છે. રહેણાંક મકાનમાં પાર્ક કરેલી CNG કાર વાનમા અચાનક બ્લાસટ થતા દોડધામ મચી જવા પામી હતી. ત્રણ લોકો બાજુમાં હોવાથી દાજ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. થોડીવાર માટે ભારે દોડધામ મચતા મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કર્યો હતો. 

  પ્રાથમિક માહિતી અનુસાર, જેસિંગપરાની શેરી નંબર 5 માં પાર્ક કરેલી વેનમાં ફ્યુઅલ ટેન્ક સાથે ગેસનો બાટલો ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વાહનની અંદર એસિડ અને ફિનાઈલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની કુશળ કામગીરીને કારણે વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલાં જ આગને નિયંત્રિત કરવામાં આવી હતી.

 

(10:16 PM IST)