News of Friday, 13th February 2026
પડતર પ્રશ્નોનું સમાધાન ન થતાં મોરબી મનપા કચેરીમાં ધરણાની ચીમકી.
કામોમાં રહેલી ગેરરીતિ અને સુવિધાઓની માંગ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા કામોમાં રહેલી ગેરરીતિ અને સુવિધાઓની માંગ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મોરબીના રહીશ વિનોદભાઈ મગનભાઈ પરમારે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
વિનોદભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં થયેલા કામોમાં ગે૨૨ીતિ અને સુવિધાઓ મામલે તેઓ છેલ્લા 25 દિવસથી રજૂઆતો કરી રહ્યા છે.
તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ ન કરાતા અંતે તેઓ આવતીકાલે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9-30 કલાકે મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
