<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બગસરામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા સિડીપીઓને આવેદન

પડતર પ્રશ્નોની માંગણી માટે સરકાર સામે સુત્રોચ્‍ચાર

( સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૧૩: ં આંગણવાડીની બહેનો દ્વારા સી ડી પી ઓને આવેદન આપવામાં આવ્‍યુ હતું અને બે દીવસ માટે માશ સિયેલ પર ઉતરીને વિરોધ વ્‍યકત કરેલ હતો. તમામ મહિલાઓ દ્વારા ત્‍યાં ધારણા પણ કરવામાં આવ્‍યા હતા અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્‍યા હતા.  સરકાર દ્વારા આ પ્રશ્‍નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ફરીવાર બગસરા પંથકની આંગણવાડી તેમજ આશા વર્કર મહિલાઓ દ્વારા આવેદન આપવામાં આવેલ  અને સરકાર આમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે ડેટા એન્‍ટ્રી માટે તે મોબાઈલ ચાલતા નથી તો નવા મોબાઈલ આપવા અને ફિક્‍સ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને  આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તેમને ડ્રેસ પણ આપવામાં આવેલ નથી તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગણી પુરી કરો તેવા નારા સાથે આવેદન આપવામાં આવ્‍યું હતું.

(11:48 AM IST)