News of Friday, 13th February 2026
પોરબંદર ગ્રીન અભિયાનઃ અત્યાર સુધીમાં ૯૫૦૦ વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ
અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં વૃક્ષારોપણની જવાબદારી સદ્ભાવના ટ્રસ્ટને સોંપાઇઃ જિલ્લામાં દોઢ લાખ વૃક્ષારોપણના સંકલ્પને પુર્ણ કરવાની ઝડપભેર થઇ રહેલી કામગીરી પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળો વિકાસ આજના યુગની સોૈથી મોટી જરૂરિયાતઃ વધતુ જતું પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ, પાણીની અછત અને આબોહવાના પરિવર્તન જેવી ગંભીર સમસ્યા સામે લડવા વૃક્ષારોપણ સોૈથી અસરકારક ઉપાય

(પરેશ પારેખ દ્વારા) તા.૧૩: પોરબંદર જિલ્લાને દોઢ લાખ વળક્ષોથી હરિયાળો બનાવવામાં આવશે અને તેના માટેની વાવવાથી માંડીને ઉછેરની વ્યવસ્થા સદભાવના ટ્રસ્ટ અને સોંપવામાં આવી છે અને જરૂરી નાણા ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરી આપવા બદલ વન અને પર્યાવરણ મંત્રીનો આપણું પોરબંદર ટીમ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળો વિકાસ આજના યુગની સૌથી મોટી જરૂરીયાત બની ગયો છે.વધતું પ્રદુષણ,ગરમીનું પ્રમાણ, પાણીની અછત અને આબોહવાના પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વળક્ષારોપણએ સૌથી અસરકારક ઉપાય છે.ત્યારે પોરબંદર શહેરમાં પર્યાવરણ બચાવ માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા અને પાયોનિયર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ‘‘ગ્રીન પોરબંદર'' અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં ૧૫,૦૦૦થી વધુ વળક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.આ સંકલ્પ પુ.રમેશભાઈ ઓઝાના આશીર્વાદ અને પાવન હાજરીમાં તેમજ શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો હતો.
આ મહત્ત્વાકાંક્ષી અભિયાનનો પરિપાક હવે દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આશરે ૯,૫૦૦ જેટલા વળક્ષો સફળતાપૂર્વક વાવી દેવામાં આવ્યા છે.ખાસ વાત એ છે કે, વાવેલા વળક્ષોનો વળદ્ધિ દર ખૂબ જ સારો છે, જે આ કામગીરીની ગુણવત્તા અને સંભાળ દર્શાવે છે.શહેરના રસ્તાઓ, બગીચાઓ, શાળાઓ, સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને ખાલી પડેલા વિસ્તારોમાં વ્યાપક રીતે વળક્ષારોપણ કરવામાં આવ્યું છે.જેના પરિણામે વાતાવરણમાં શુદ્ધતા વધે છે, છાંયો મળે છે.
આગામી તબક્કામાં વધુ ૩,૦૦૦ જેટલા વળક્ષો વાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.આ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા પણ પુર્ણ થઈ ગઈ છે.આ રીતે ટૂંક સમયમાં પોરબંદર શહેરમાં કુલ ૧૨,૫૦૦ જેટલા વળક્ષો વાવાઈ જશે, જે શહેરના પર્યાવરણ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાશે. તેમ છતાં આયોજકોનો સંકલ્પ ૧૨,૫૦૦ વળક્ષો સુધી મર્યાદિત નથી.૧૫,૦૦૦થી પણ વધુ વળક્ષો વાવીને પોરબંદરને સંપૂર્ણ હરિયાળું શહેર બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે.
પોરબંદર શહેરમાં સફળ કામગીરી બાદ હવે આ અભિયાનને જિલ્લા સ્તરે વિસ્તળત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.‘‘ગ્રીન પોરબંદર'' અંતર્ગત શહેરનો લક્ષ્યાંક પુર્ણ થાય તે પહેલાં જ આયોજકોએ પોરબંદર સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવાનો દ્રઢ નિヘુય કર્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ જાળવવા અને ગામડાઓને હરિયાળા બનાવવા માટે ૧,૫૦,૦૦૦ જેટલા વળક્ષો વાવવાનો ભવ્ય સંકલ્પ કરવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત દરેક ગામમાં વળક્ષારોપણ કરીને હરિયાળી વધારવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
આ મહત્ત્વાકાંક્ષી યોજનાને સફળ બનાવવા માટે ે જિલ્લા સ્તરની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા,પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ત્રણેય તાલુકાના ટી.ડી.ઓ, મ્યુનિસિપલ કમિ‘ર સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.સાથે સાથે જિલ્લાના સરપંચો, તલાટી મંત્રીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લઈને આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં વળક્ષારોપણ માત્ર વાવવાથી પૂરતું નથી,પરંતુ તેનું સંવર્ધન અને સંભાળ પણ એટલું જ જરૂરી છે.આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે ૧,૫૦,૦૦૦ વળક્ષો વાવવાની અને ઉછેર કરવાની સમગ્ર કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે.સદભાવના ટ્રસ્ટ દ્વારા યોગ્ય આયોજન, પાણી, રક્ષણ અને સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી દરેક વળક્ષ જીવંત રહી વિકસે.આ માટે જરૂરી નાણાં અને સહાય ઉપલબ્ધ કરાવવા પણ સરકાર અને સંસ્થાઓ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવી રહ્યો છે.
‘‘ગ્રીન પોરબંદર'' અને ‘‘હરિયાળા પોરબંદર'' જિલ્લાના ણેતા રામદેવભાઈ મોઢવાડીયાએ સમગ્ર જિલ્લાવતી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘‘પર્યાવરણનું સંરક્ષણ આજની પેઢી માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ જરૂરી છે.વળક્ષો વાવવું એ માત્ર સેવા નહી પરંતુ સમાજ અને પ્રકળતિ પ્રત્યેની આપણી જવાબદારી છે. કે, આ અભિયાનમાં નાગરિકો, સંસ્થાઓ અને સરકારી તંત્રનો સહકાર મળશે તો પોરબંદર જિલ્લો ખરેખર હરિયાળો બની શકશે. પર્યાવરણ બચાવ માટે સૌની ભાગીદારી જરૂરી
વિદ્વાનોના મત મુજબ એક વળક્ષ વર્ષભર હજારો લોકોને શુદ્ધ ઓક્સિજન આપે છે,પ્રદૂષણ ઘટાડે છે, વરસાદનું સંતુલન જાળવે છે અને પર્યાવરણને ઠંડક આપે છે.તેથી દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછું એક વળક્ષ વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને સામાજિક સંગઠનો પણ આ અભિયાનમાં જોડાય તેવી અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
