News of Friday, 13th February 2026
ભેસાણના સાંકરોળા ગામના પ્રૌઢનો આપઘાત
જૂનાગઢમાં અજાણ્યા ભિક્ષુકનો મળતદેહ મળ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :તા. ૧૩, ભેસાણના સાંકરોળા ગામના પ્રૌઢએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.
ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના દિનેશભાઇ રામાભાઇ ચૌહાણ ઉ.વ. ૪૫ નામના પ્રૌઢે ગઈકાલે રાત્રે કોઇપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની જાણ થતા પોલીસે દોડી જઈનેપ્રૌઢના મળતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
જુનાગઢમાં કોલેજ રોડ આગાખાના પાસે અજાણ્યા ૫૫ વર્ષના ભિક્ષુકનો મળતદેહ પડ્યો હોવાની જાણ અજયભાઇ ભરતભાઇ પઢીયારે કરતા પોલીસે દોડી જઈને વળદ્ધના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં વળઘ્ધનું મોત કોઇપણ કારણોસર તબીયત બગડતા હોવાનું જણાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
