<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને જીતુભાઈ વાઘાણી : પૂજન અર્ચન કરીને ધજા ચઢાવી

સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એ જીતુભાઈ વાઘાણીને રક્ષાસૂત્ર બાંધીને મંગલ આશીર્વાદ પાઠવ્યા

  રાજકોટ તા.૧૩ :   સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે આજે તારીખ ૧૩-૦૨-૨૦૨૬, શુક્રવાર અને એકાદશીના પવિત્ર અવસરે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અત્યંત દિવ્ય અને મનમોહક વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ૫:૪૫ કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી.

           ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાળંગપુરધામની મુલાકાત લીધી હતી. જીતુભાઈ વાઘાણીએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની પૂજા-અર્ચના કરી મંદિરના શિખર પર ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એ જીતુભાઈ વાઘાણીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધીને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.

(2:08 PM IST)