<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કચ્છ જિલ્લા કલેક્ટરે રાપરની મુલાકાત લઈ પ્રશ્નોની કરી સમીક્ષા : પશુ દવાખાના, હરિયાણા કોલેજના સ્થળાંતર અને નર્મદા કેનાલ રીપેરીંગ સમયે બંધ રહેનાર પાણી પુરવઠા સહિત અન્ય પ્રશ્નોની ચર્ચા

આગમી માર્ચ મહિના ની પંદર તારીખ થી નર્મદા ની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરીંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને આગોતરા આયોજન અંગે સુચના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩ :  કચ્છ ના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા આજે રાપરની મુલાકાત લેવા મા આવી હતી. કલેક્ટર સૌ પ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરી ની મુલાકાતે પહોંચી ત્યાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ હરિયાણા સંકુલ માં આવેલ સરકારી વાણિજય કોલેજ ની મુલાકાત લઈ જમીન તથા મકાન ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી. તે સાથે પશુ દવાખાના નું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા ઉપરાંત અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આજે યોજાયેલ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી જે આર ગોહિલ, મામલતદાર એચ.બી.વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ વિભાગ ના નાયબ ઈજનેર એસ.પી.રામજીયાણી, એસઓ.પ્રતાપ પરમાર, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, નાયબ મામલતદાર બી.ડી.કોરાટ, વિશાલ મહેશ્વરી, વિનુભાઈ થાનકી, મદુભા વાઘેલા, મહેન્દ્સિંહ વાઘેલા, નશાભાઈ દૈયા જયદિપસિંહ જાડેજા, ભાણજીભાઈ ભ્રાંસડીયા, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર,  નાયબ મામલતદાર શ્રી ઝાલા, નગરપાલિકા ના એન્જીનીયર આશિષ ગૌસ્વામી, કિશોર મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે રાપર શહેર ના સરકારી કોલેજ ના મકાન બાબતે પશુ દવાખાના ને સ્થળાંતર કરવા અંગે ની કાર્યવાહી કરવા માટે રજુઆત ને ધ્યાનમાં રાખી ને આજે રુબરુ મુલાકાત લેવામા આવી હતી અને આગમી માર્ચ મહિના ની પંદર તારીખ થી નર્મદા ની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરીંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને આગોતરા આયોજન અંગે સુચનાઓ આપવા મા આવી હતી આમ આજે કલેક્ટર દ્વારા રાપર ની મુલાકાત લઈ પડતર પ્રશ્નો ના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિ વિધિ કરવા મા આવી હતી.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(2:57 PM IST)