તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના જંગલમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર
પોલીસે ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ તપાસ અર્થે કબજે લીધું: તાલુકા પોલીસે કંકાલનો કબજો મેળવી અને રાજકોટ એફએસએલમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા, ગોપાલગઢ ગામના જંગલમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનવ કંકાલ અંદાજિત 30 થી 35 વર્ષના યુવાનનું હોવાનું પ્રાથમિક તારણ ગોપાલગઢ ગામના ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યું માનવ કંકાલ. ઘટના સ્થળેથી પોલીસે ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ તપાસ અર્થે કબજે લીધું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંકાલનો કબજો મેળવી અને રાજકોટ એફએસએલમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોપાલગઢ ગામની સીમ વિસ્તારના જંગલમાંથી કંકાલ મળી આવતા પોલીસે કંકાલ કોનું છે તે દિશામાં તપાસ આદરી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
