News of Friday, 13th February 2026
જામનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
છત્રપતી શિવાજી મહારાજની મૂર્તિ સાથેના ફલોટ્સને નગર ભ્રમણ કરાવવામાં આવશે

જામનગર: જામનગર શહેરમાં પ્રતિવર્ષ ની જેમ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગ રૂપે ૧૯ મી ફેબ્રુઆરી ૨૦૨૬ને ગુરુવારનાં રોજ સવારે ૭.૦૦ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા ગામ થી જામનગર સુધીની મશાલ યાત્રા નું આયોજન કરાયું છે, તેમજ સાંજે પ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પારંપારિક લેજિમ નૃત્ય તેમજ બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવશે, અને શિવાજી મહારાજને નગર ભ્રમણ કરાવવામાં આવશે.
જામનગર ચાંદીબજાર વિસ્તારમાં છેલ્લા ૪૧ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે ચોથી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે.
આગામી ૧૯ મી ફેબ્રુઆરી ગુરુવારના દિવસે ૩૯૬મી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
