<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મહાશિવરાત્રિના મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું : 'ઘુઘરાવાળા સાધુ' ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા

ગિરનારની પવિત્ર ગોદમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા સંગમ વચ્ચે ઘુઘરાવાળા આ સાધુની વિશેષતા એ છે કે તેઓ સામાન્ય સંસારીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ સ્વીકારતા નથી

જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં રહસ્યમયી 'ઘુઘરાવાળા સાધુ' ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિરનારની પવિત્ર ગોદમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા સંગમ વચ્ચે જોવા મળતા આ સાધુની વિશેષતા એ છે કે તેઓ સામાન્ય સંસારીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ સ્વીકારતા નથી, પરંતુ માત્ર અન્ય સંન્યાસીઓ પાસેથી જ પ્રતીકાત્મક 'કર' (ટેક્સ) વસૂલે છે.

 

લોકવાયકા અને વર્ષો જૂની પરંપરા મુજબ, આ સાધુ પોતાની આગવી શૈલીમાં સાધુ-સંતો પાસેથી ઉઘરાણી કરીને મેળાના આધ્યાત્મિક વાતાવરણમાં એક અનોખી કુતૂહલતા જન્માવે છે. શિવરાત્રિના પર્વે જ્યારે લાખો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારના અજીબોગરીબ છતાં ધાર્મિક મહત્વ ધરાવતા પાત્રો મેળાની રોનકમાં વધારો કરી રહ્યા છે.

(10:45 PM IST)