તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
મોરબીના લખધીરપુર રોડ પર હથિયાર બતાવી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ.
બે અજાણ્યા શખ્શોએ બાઈક ચાલક યુવાનને હથિયાર દેખાડી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ બે અજાણ્યા શખ્શોએ બાઈક ચાલક યુવાનને હથિયાર દેખાડી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા
બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિક ઝોન લખધીરપુર રોડ પર એક બાઈક ચાલક યુવાન જતો હતો ત્યારે બાઈકમાં આવેલ બે અજાણ્યા શખ્સો હિન્દીભાષી જેવાએ યુવાનના બાઈકને આંતરી લીધું હતું અને કોઈ હથિયાર દેખાડી લૂંટ ચલાવી હતી નંબર પ્લેટ વગરની બાઈકમાં આવેલ બે ઈસમો યુવાન પાસેથી રોકડ રૂ ૫૦૦૦, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા બનાવને પગલે જીલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
