તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Friday, 13th February 2026
મોરબીના ૧૪૫ વર્ષ જુના પાડાપુલનું રીપેરીંગ શરુ, ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત.
દરેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ તૈનાત પરંતુ છતાં ટ્રાફિક જામની સ્થિતિ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના રાજાશાહી શાસનમાં બનેલા ૧૪૫ વર્ષ જુના પાડા પુલનું રીપેરીંગ કરવાનું હોવાથી બે દિવસ પૂર્વે જાહેરનામું બહાર પાડી પુલને રીપેરીંગ માટે બંધ કરવામાં આવ્યો છે આજથી પુલનું રીપેરીંગ કામ શરુ કરવામાં આવ્યું છે તો મોરબીના બંને કાંઠાના જોડતો મુખ્ય પુલ બંધ થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી
મોરબી શહેરમાં આમેય બારેમાસ ટ્રાફિકની અવ્યવસ્થા જોવા મળતી હોય છે પ્રતિદિન મોરબીવાસીઓ ટ્રાફિકજામમાં ફસાઈ જતા હોય છે અને ટ્રાફિક પોલીસ કામગીરી હમેશા ઓછી અધુકરી હોય તેવું લાગતું હતું તો શહેરના બંને કાંઠાને જોડતો પાળા પુલ આજથી બંધ કરવામાં આવતા સવારથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી શહેરના વિસીફાટકથી લઈને મયુરપુલથી સામાકાંઠે નટરાજ ફાટક સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.
ટ્રાફિકજામને પગલે શક્તિ ચોક, વીસીફાટક, મયુરપુલ કોર્નર અને સામાકાંઠે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા દરેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની તૈનાતી રાખવામાં આવી હતી જોકે આમ છતાં મોરબીવાસીઓને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળી ના હતી નટરાજ ફાટકેથી ટ્રેન પસાર થતા ફાટક બંધ થાય એટલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હતી અને લાંબી કતારો લાગી ગઈ હતી પાડા પુલ રીપેરીંગમાં અંદાજે એકથી દોઢ માસ જેટલો સમય લાગવાનો છે અને દોઢ મહિના જેટલો સમય આવી હાલાકી જ સહન કરવી પડશે કે શું તે વિચારી મોરબીવાસીઓ ધ્રુજી ઉઠ્યા છે પ્રથમ દિવસે જ નોકરિયાત, વેપારી કે વિદ્યાર્થી કોઇપણ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ના હતા.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
