News of Saturday, 14th February 2026
મોરબીના લીલાપરના અનીત રાઠોડને રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકાયા
સિક્યુરીટીની નોકરી પુરી કરી બાઇક હંકારીને ઘરે આવતો હતો ત્યારે ધુનડા રોડ પર રાત્રે બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૪: મોરીબના લીલાપરમાં રહેતાં યુવાનને તે સિક્યુરીટીની નોકરી પુરી કરી બાઇક હંકારી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સે બાઇક આડે નાંખી ઝઘડો કરી છરીના ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ લીલાપરમાં રહેતો અનીત ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) નામનો યુવાન રાતે સાડા નવેક વાગ્યે લીલાપરના ધુનડા રોડ પર બાઇક હંકારીને જતો હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી પેટમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
અનિત ત્રણ ભાઇમાં વચેટ છે અને અપરિણીત છે. તે સિરામીકમાં નોકરી કરવાની સાથે સાથે સાંજે પાર્ટટાઇમ સિક્યુરીટીમાં પણ કામ કરે છે. સગાના કહેવા મુજબ તે સિક્યુરીટીની નોકરી પુરી કરી ઘરે આવતો હતો ત્યારે અજાણ્યા શખ્સે બાઇક આડુ નાંખી ઝઘડો કરી હુમલો કર્યો હતો. અનિતને રાતોરાત ઓપરેશન માટે લઇ જવાયો હતો. તે બેભાન હોઇ ખરેખર હુમલો કયા કારણે થયો તે બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
