News of Saturday, 14th February 2026
ધ્રાંગધ્રા પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં બિહારના ટ્રકચાલક યુવાન વિક્રમનું મોત
ગાંધીધામની ટ્રક લઇને જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૪: ધ્રાંગધ્રા નજીક ગઇકાલે વહેલી સવારે બંધ ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક અથડાતાં આ પાછળના ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. મુળ બિહારનો યુવાન ગાંધીધામ રહી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.
જાણવા મળ્યા મુજબ ગાંધીધામ રહેતો વિક્રમભાઇ રાજેન્દ્રભાઇ સિંહ (ઉ.વ.૩૧) નામનો યુવાન ગઇકાલે ગાંધીધામથી ટ્રક લઇને નીકળ્યો ત્યારે ધ્રાંગધ્રા નજીક એક ટ્રક બંધ ઉભો હોઇ તેની પાછળ વિક્રમભાઇનો ટ્રક અથડાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સવારે મૃત્યુ થયું છે.
મૃત્યુ પામનાર યુવાન મુળ બિહારનો વતની હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને અપરિણીત હતો. બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
