તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 14th February 2026
જૂનાગઢમાં મૈત્રી કરારથી રહેતી યુવતી પર પ્રેમીની પત્નીનો હૂમલો, નાક કાપી લેવાનો પ્રયાસ
છરી વડે વાળ પણ કાપી નાખ્યાં, ૩ સામે ફરિયાદઃ ગળુ દબાવી બચકુ ભરી લીધુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪: જૂનાગઢમાં મૈત્રી કરારથી રહેતી યુવતી પર શખ્સની પત્નીએ છરીથી હુમલો કરી વાળ કાપી અને નાક વાઢી લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ ૩ મહિલા સામે થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મધુરમ વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક ૨૩ વર્ષીય યુવતી પર તેના પ્રેમીની પત્ની અને સાસુ સહિતએ છરી વડે હુમલો કરી વાળ કાપી નાંખ્યાં હતા.આ ઘટના અંગ મધુરમ વિસ્તારમાં એક યુવતી છેલ્લા ચાર મહિનાથી અસલમ હુસેનભાઈ સમા નામના પરિણીત શખ્સ સાથે મૈત્રી કરાર કરી રહે છે. ગુરુવારે યુવતી બપોરના સમયે પોતાના ઘરે હતી. ત્યારે અસલમની પત્ની ઝરીનાબેન, સાસુ ગુડીબેન અને ઝરીનાની પિતરાઈ સુફીયા અમીનભાઈએ યુવતીના ઘરે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઝરીનાને શંકા હતી કે, યુવતીએ અસલમને તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો કરી હતી. સુફીયા તથા ગુડીબેને પકડી રાખતા ઝરીનાએ છરી વડે યુવતીના વાળ કાપી હુમલો કરી માથા, નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ ગળું દબાવી નાકમાં બચકું ભરી લીધું હતું. બાદમાં ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી જતી રહી હતી. ઘટનાની જાણ યુવતીની મિત્રએ અસલમને કરતા તેને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
આ બનાવ દરમિયાન યુવતીનો સોનાનો ચેઈન અને મોબાઈલ પણ પડી ગયા હતા. પોલીસે યુવતીની ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.(૩૮.૨૩)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
