<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

શ્રી સોમનાથ મહાદેવ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

શિવમંદિરોમાં ૐ નમઃ શિવાય... હર...હર... મહાદેવના નાદ ગુંજશેઃ પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં કાલે રવિવારે મહા શિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાશે. શ્રી સોમનાથ મહાદેવ, શ્રી ઘેલા સોમનાથ, શ્રી જડેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં ભાવિકો ઉમટશે.

ધારી

અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં ૫૦૦ વર્ષો પુરાણું સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ, દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રીજીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધા-ભક્‍તિભાવપૂર્વક તા.૧૫ ફેબ્રુઆરીને રવિવારે મહાશિવરાત્રી મહોત્‍સવ ઉજવાશે. શિવમંદિરમાં કૈલાસદર્શન, પુષ્‍પશળંગાર, કલાત્‍મક રંગોળી અને વષાાલંકારોની દર્શનીય શોભા થશે. શિવજીને બિલીપત્ર, જળ,પુષ્‍પો તથા વિવિધ ધાન્‍યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની સામૂહિક ભાવવંદના થશે. બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી થશે અને પવિત્ર,સુમધુર ભાગની પ્રસાદીનું વિતરણ થશે. સવારે ૮-૦૦ થી સાંજે ૫-૦૦ સુધી હોમાત્‍મક લઘુરુદ્ર યજ્ઞ, શિવપૂજન-અર્ચન અને રુદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે.આ તકે વિવિધ દાતાઓના સહયોગથી ફરાળી પ્રસાદીવિતરણનું આયોજન કરેલ છે. દર્શનનો સમય સવારે ૬-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ વાગ્‍યા સુધીનો રહેશે. સાંજે ૭-૦૦ વાગ્‍યે ૧૦૮ દિવાઓની મહાઆરતી થશે. જેમાં ધારીના શૈક્ષણિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, વ્‍યાપારી અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને ડો.કળષ્‍ણકુમાર શાષાીએ અનુરોધ કરેલ છે.

રતનપર

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ રામચરિતમાનસ મંદિરે પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે રવિવાર તા.૧૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરેલ છે.જેમાં સવારથી સાંજ સુધી અખંડ શિવપૂજન, રુદ્રાભિષેક થશે. ૐ નમ;શિવાયનો મંત્રજાપ થશે. બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી થશે.અને ઉપસ્‍થિત સર્વે ભાવિકો માટે ઉદ્યોગ શ્રેષ્ઠી રમેશભાઈ રાચ્‍છ પરિવારના સૌજન્‍યથી રામમંદિરના અન્નપૂર્ણા ગળહમાં શુદ્ધ ઘીમાથી નિર્મિત ફરાળી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ છે.આ પ્રસંગે દાણાપીઠ, માર્કેટ યાર્ડના વ્‍યાપારીશ્રેષ્ઠીઓ, સામાજિક અગ્રણીઓ, સિયારામ મંડળીના હોદ્દેદારો, રતનપર તથા ગૌરીદડના સેવક કાર્યકરો વગેરે ઉપસ્‍થિત રહેશે.

ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલઃ ધ્રોલ હિંદુ સેનાના ઉપક્રમે આગામી તા.૧૫/૨/૨૦૨૬ ના રોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવાનુ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

અત્રેના શ્રી તંબેશ્વર મહાદેવના મંદિર પાસેથી સાંજે ૪ વાગ્‍યે શોભાયાત્રા પ્રસ્‍થાન કરશે. જેમાં શહેરના તમામ ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનો વિશાળ સંખ્‍યામાં જોડાઇ છે. આ શોભાયાત્રા શહેના મુખ્‍ય માર્ગો પરથી પસાર થશે. શોભાયાત્રા પુર્ણ થયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ મહાશિવરાત્રીના પાવનપર્વમાં શોભાયાત્રામાં જોડાવા માટે હિંદુસેના તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(12:25 PM IST)