તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 14th February 2026
જસદણના જીવાપર ગામે જયસુખભાઇ બોદર સહિત બે ઉપર હુમલો કરનાર ટોળા સામે ગુન્હો નોંધાયો
પત્ની સાથે આડાસંબંધની શંકાએ રાકેશ સહિત ર૭ શખ્સો તૂટી પડયા'તાઃ વિડીયો વાયરલ થયા બાદ પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧૪ :.. જસદણના જીવાપર ગામે આડાસંબંધની શંકાએ આઘેડ સહિત બે ઉપર ટોળાએ હુમલો કરી માર માર્યોનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયગા બાદ પોલીસમાં હુમલો કરનાર ટોળા સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ જયસુખભાઇ મીઠાભાઇ બોદર (ઉ.વ.૪૭) રહે. જીવાપર, આંબાવાડી વિસ્તાર તા. જસદણએ આરોપી (૧) રાકેશ રમેશભાઇ બામનીયા રહે. તડવી ફળીયા, ચંદ્રશેખર આઝાદનગર, ભાવરા જી. અલીરાનપુર રાજય મધ્યપ્રદેશ (રા રાકેશનો ભાઇ ચતુર (૩) રાકેશનો ભાઇ મુકેશ, (૪) રાકેશનો ભાઇ ગણો (પ) રાકેશનો સૌથી મોટોભાઇ (૬) રાકેશના સૌથી મોટાભાઇના પત્ની (૭) રાકેશના માતા તથા અનય આશરે અજાણ્યા વીસેક માણસો સામે આટકોટ પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવી સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીને આરોપી નં. ૧ ના પત્ની સાથે આડોસંબંધ હોવાની શંકા કરી ફરીયાદી તથા સાહેદ રમીલાબેનને ગાળો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ હુમલાની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઉકત તમામ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
