News of Saturday, 14th February 2026
જસદણના શિવરાજપુર પાસે હડમતીયાના છગનભાઇ ઝાપડીયાની હત્યા
વાહન ઉભા રાખવા બાબતે થયેલ ઝઘડામાં સમાધાન માટે બોલાવી ૧૦ શખ્સો તિક્ષણ હથિયારો સાથે તૂટી પડયાઃ મોટા પુત્રને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયો હત્યામાં સામેલ ૪ આરોપીની ધરપકડઃ તમામ આરોપીઓ ન પકડાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કારઃ વિંછીયા જેવી ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

આટકોટ : જસદણના શિવરાજપુરમાં કોળી યુવકની હત્યા થતા આગેવાનો તથા ગ્રામજનો એકત્ર થયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર :- વિજય વસાણી, આટકોટ) (પ-ર૧)
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૪ જસદણ શિવરાજપુર ગામ નજીક હડમતીયા ગામના છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા ઉં.વર્ષ ૪૮ ને ૧૦ થી વધુ જેટલા શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી જ્યારે છગનભાઈના મોટા પુત્રને ઈજા થતાં રાજકોટ ખસેડેલ છે આ બનાવથી જસદણમાં વાતાવરણ તંગ બની ગયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અને છગનભાઈના પુત્ર શૈલેષના જણાવ્યા મુજબ જસદણના ખાંડા હડમતીયા ગામે રહેતા છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાને વાહનો ઉભા રાખવા બાબતે સામેના જૂથ ના કોઈની સાથે ઞત તા.૧૨ ના રોજ બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ બાબતે ગઈકાલે રાત્રે ફોન કરી છગનભાઈને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા તે દરમિયાન વજુ મુંધવા,નારણ મુંધવા,સંદીપ મુંધવા સહિત ચાર થી પાંચ જેટલા શખ્સોએ મારા પિતા, મારા ભાઈ નિલેશ અને મારી ઉપર છરી લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો જેમાં મારા પિતાનું મોત થયું છે જ્યારે મારા ભાઈને ઈજા હોય તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે શૈલેષના જણાવ્યા મુજબ વજુ,નારણ અને સંદીપ મુંધવા સહિત બીજા ૧૦ થી ૧૫ લોકો હુમલામા હતા.
આ બનાવની જાણ થતા જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ,વીંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ રાજપરા, જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ તલસાણીયા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા,કોળી સમાજના યુવા આગેવાન રણજીતભાઈ ગોહિલ,વેરાવળના સરપંચ જયંતીભાઈ ગોહિલ સહિત કોળી સમાજના અનેક આઞેવાનો જસદણ હોસ્પિટલે દોડી આવ્યા છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે.
આ અંગે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય બાબતમાં કોઈપણ માણસની હત્યા થાય તે યોગ્ય નથી તેમણે આરોપીની ધરપકડ કરવા માંગ કરી છે જોકે મળતકના પરિવારજનો માંગ કરી છે કે જ્યાં સુધી તમામ આરોપી નહીં પકડાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા વાતાવરણ તંગ બની ગયું છે હાલ જસદણ પોલીસે હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દરમિયાન હત્યાના આ બનાવવામાં સંડોવાયેલ સંજય નારણ મુંધવા,વિક્રમ રઘુ મુંધવા,વજા રઘુ મુંધવા અને સાગર નથુ મુંધવાની જસદણ પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે નારણ મુંધવા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય પોલીસે તેની ઉપર પહેરો રાખી દીધો છે સાજા થયા બાદ તેની પણ ધરપકડ કરી કરવામાં આવશે.
થોડા મહિના પહેલા વિંછીયા પાસે કોળી યુવાનની હત્યા બાદ બોડી ન સ્વીકારી અને આરોપીઓનુ જાહેરમાં સરઘસ કાઢવાની માંગણી અંગે પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ભારે બબાલ થઈ હતી તે બનાવનો ઘડો લાડવો લઈ જસદણ પોલીસે આ બનાવવામાં પણ વાતાવરણ તંગ ન બને એ માટે જીલ્લા ભરની પોલીસને બંદોબસ્ત માટે જસદણ બોલાવી લેવામાં આવી છે.
એક આરોપીને રાજકોટ ખસેડાયો
દરમિયાન આ બનાવમાં આરોપી પૈકીનો નારણ રાજાભાઇ મુંધવા (ઉ.વ.૪૫) બનાવ બાદ વાહન લઇને ભાગતાં ગાડી પલ્ટી ખાઇ જતાં ઇજા થઇ હતી. તેને પોલીસ પહેરા હેઠળ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે નારણ મુંધવા ગાડી માથે ચડાવીને ભાગતાં ઇજા થઇ હતી.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
