તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ભાવનગરઃ પ્રેમિકાને પામવા પત્નિ-પુત્ર અને પુત્રીની હત્યા કરનાર વનવિભાગના કર્મચારી વિરૂધ્ધ કોર્ટમાં ૧૫૦૦ પાનાનું ચાર્જશીટ મુકાયું

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: ભાવનગર વનવિભાગમાં ફરજ બજાવતા એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં ખાડો ખોદી દાટી દીધા હતા ત્યારબાદ પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેવો ઘાટ ઘડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એસીએફના તરકટનો પર્દાફાશ થતા પોલીસે તેને સુરતથી ઉઠાવી લીધો હતો. આ સમગ્ર ચકચારી ઘટનાના ૮૫માં દિવસે એસઆઇટીએ કોર્ટમાં ૧૫૦૦ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે.
ગત ૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ભાવનગરમાં આ ચકચારી ઘટના બની હતી જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ભાવનગર વન વિભાગના અધિકારીએ પોતાની પત્નિ અને બે બાળકો મળી એક સાથે ત્રણ હત્યાને અંજામ આપી ખાડો ખોદી મળતદેહને દાટી દીધા હતા. ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના નિર્દયી શખ્સે પ્રથમ ભરતનગર પોલીસ મથકમાં પત્ની નયનાબેન અને પુત્રી પળથ્થા અને પુત્ર ભવ્ય ભાવનગરથી સુરત જવા માટે નિકળ્યા હતા અને ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી અને વારેવારે પોલીસ મથકે તપાસ કરવા માટે પણ જતો હતો. ત્યારબાદ શૈલેષ ખાંભલા કામ હોવાનું બહાનું ધરી સુરત જતો રહ્યો હતો. દરમિયાનમાં શૈલેષ ખાંભલાના પરિવારના સીડીઆરની તપાસ કરવામાં આવતા ઈનપુટ મળ્યું હતું. કે, શૈલેષ ખાંભલા દ્વારા ફોરેસ્ટ કોલોનીમાં ખાડો ખોદવામાં આવેલો અને તે ખાડો બુરવામાં આવ્યો હતો. આ ઇનપુટ આધારે મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડીયોગ્રાફર, એફએસએલ અધિકારી અને ડોગ સ્કોર્ડ સાથે જે જગ્યા હતી ત્યાં ખોદકામ કરતાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, પળથ્થા અને ભવ્યના મળતદેહ મળી આવ્યા હતા. આ બનાવમાં સરકાર સરકાર તરફે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પ્રેમિકાને પામવા શૈલેષ ખાંભલાએ ત્રણેની હત્યા કરી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં દાટી દીધા હતા. જોકે પોલીસે તુરંત એકશનમાં આવી સુરતથી શૈલેષ ખાંભલાને ઝડપી લીધી હતો. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જ્યારે શૈલેષ ખાંભલા વિરૂધ્ધ એસઆઇટી દ્વારા કોર્ટમાં સજ્જડ પુરાવા સાથે ૧૫૦૦ પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
