News of Saturday, 14th February 2026
પોરબંદરની મુલાકાતે રાજય કક્ષાના મંત્રી કમલેશભાઇ પટેલ
મરીન ટાસ્ક ફોર્સ આવાસો અને પોલીસ સ્ટેશનના ખાતમુહુર્ત સમારંભમાં હાજર રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,૧૪ : રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. નાણાં, પોલીસ હાઉસિંગ અને સરહદી સુરક્ષા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન કિર્તીમંદિર ખાતે દર્શન કર્યા બાદ, કુછડી ખાતે મરીન ટાસ્ક ફોર્સ આવાસો અને પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપશે. (૪.૪)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
