તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
જામનગરમાં શિવ શિવશોભાયાત્રામાં સંકલન સમિતિના સભ્યોને
કયુ.આર.કોડ સાથેના ડિઝીટલ ઓળખ પત્ર અપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪: જામનગર શહેરમાં આવતીકાલે મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રા નું આયોજન કરાયું છે, ત્યારે શોભાયાત્રા નું સુચારુ સંચાલન કરવા માટેની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.
૪૫ થી વધુ સંકલન સમિતિના સભ્યો, કે જેઓ સફેદ વષાોમાં સજજ થઈને શોભાયાત્રા ના સંચાલન માટે પ્રારંભ થી અંત સુધી જોડાશે. જેઓને આ વખતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ડિઝીટલ પ્રકાર ના ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. કયુ આર કોડ સાથેના ઓળખ પત્ર, જેમાં મહાદેવ હર અંકિત કરેલી કેસરી કલરની પટ્ટી લગાવેલી છે, અને કયુ આર કોડ ના માધ્યમથી ઓળખ પત્રની શોધખોળ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ઉપરાંત મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ અને તેના મોબાઈલ નંબર ઉપરાંત અન્ય વિગતો પણ તેમાં જોડી દીધી છે. જેથી કયુ આર કોડ ના માધ્યમથી સંપૂર્ણ ઓળખ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
