<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જામનગરમાં સંત નિરંકારી મંડળના ઉપપ્રધાન દર્શનસિંહજીની અધ્‍યક્ષતામાં યોજાયો સંત સમાગમ

પોતાના મનને શીતળ અને સુંદર બનાવવાનો એક જસ્ત્રોત છે પરમાત્‍મા

 જામનગર, તા. ,૧૪ :   પોતાના મન ને શીતળ અને સુંદર બનાવવાનો એક જસ્ત્રોત છે પરમાત્‍મા.આજે માનવી પોતાનું તન તો સુંદર બનાવે છે પરંતુ મનને સુંદર બનાવવાની કોશિશ કરતો નથી.

    ઉપર્યુક્‍ત ઉદગાર દિલ્‍હીથી પધારેલ સંત નિરંકારી મંડળના ઉપપ્રધાન શ્રી દર્શન સિંહજી એ ઉપસ્‍થિત શ્રદ્ધાળુઓ ને સંબોધિત કરતા વ્‍યક્‍ત કરેલ.

    આ સત્‍સંગનું આયોજન ભાનુ પાર્ટી પ્‍લોટ , અંડર બ્રિજ પાસે યોજાયેલ .

વધુમાં તેઓ એ કહ્યું કે , જે પણ યુગમાં જીગ્નાસુને પરમાત્‍મા સાથે જોડ્‍યા તે જ સદગુરુ રૂપમાં જયકાર કરવામાં આવેલ, સતયુગ, દ્વાપર, ત્રેતા યુગમાં જેટલા પણ અવતારી પુરુષો થયા અને તેમના સંપર્કમાં જે પણ માનવી આવ્‍યા તેઓ એ આ અવતારી પુરુષોના જયકાર કરેલ.

   તેઓ ફરમાવ્‍યું કે , સંસારની માયામાં માનવી એટલો ફસાઈ જાય છે કે તેના માટે આત્‍મ કલ્‍યાણ નો સમય બચતો જ નથી, પરમાત્‍મા અને આત્‍મા વચ્‍ચે ની જે દીવાલ છે જેના લીધે તે પોતાના આત્‍મ કલ્‍યાણ કરી શકતો નથી.

   અંતમાં તેઓ એ કહ્યું કે પરમાત્‍મા તો પહેલેથી જ છે પરંતુ જ્‍યાં સુધી સદગુરુ મળ્‍યા નહીં ત્‍યાં સુધી જાણવા મળ્‍યું નહીં

(1:55 PM IST)