<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

પૂ.મોરારીબાપુએ શિવરાત્રી મેળામાં બાજરાના રોટલાનો પ્રસાદ લીધો

 

જુનાગઢઃ જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી રહયા છે ત્‍યારે આજે બપોરે પૂ. મોરારીબાપુનું જૂનાગઢમાં આગમન થયું હતું. મોટી સંખ્‍યામાં ભાવિકોએ તેમના દર્શનનો લાભ લીધો હતો. પૂ.મોરારીબાપુએ પૂ.શેરનાથબાપુના આશ્રમે બાજરાના રોટલાનો પ્રસાદ લીધો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:56 PM IST)