તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી બજેટ સત્રને લઈ ગાંધીનગર રહેશે : ૧૬ ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ સુધી કાર્યાલય પર મુલાકાતીઓને મળી શકશે નહીં
ધારાસભ્યની ગેરહાજરીમાં પણ જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે : લોકપ્રશ્નો માટે દર શનિવારે નિયત સમયે મુલાકાત લેવા ઈચ્છતા નાગરિકોને અગાઉથી સંપર્ક કરવા અનુરોધ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં વ્યસ્ત રહેવાના હોવાથી તેઓ મતવિસ્તારના નાગરિકોને નિયત સમયગાળા માટે રૂબરૂ મળી શકશે નહીં. ધારાસભ્ય દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૨૫ માર્ચ ૨૦૨૬ સુધી બજેટ સત્ર ચાલવાનું હોવાથી તેઓ ગાંધીનગર ખાતે હાજર રહેશે.
કાર્યાલયની કામગીરી ચાલુ રહેશે
જોકે, ધારાસભ્ય ગાંધીનગર હોવા છતાં જામનગર સ્થિત તેમનું જનસંપર્ક કાર્યાલય બંધ રહેશે નહીં. કાર્યાલય રાબેતા મુજબ ખુલ્લું રહેશે અને લોકોના રોજિંદા કામો તેમજ રજૂઆતો સ્વીકારવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે કાર્યાલયના કર્મચારીઓ હાજર રહીને પ્રશ્નોના નિકાલ માટે કાર્યરત રહેશે.
શનિવારે મુલાકાત માટે ખાસ વ્યવસ્થા
બજેટ સત્ર દરમિયાન પણ જે નાગરિકો ધારાસભ્યને મળવા ઈચ્છતા હોય, તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૬ ફેબ્રુઆરી થી ૨૫ માર્ચ દરમિયાન દર શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમિયાન મુલાકાતનો સમય ફાળવવામાં આવ્યો છે. પરંતુ, આ સમયગાળામાં ભીડ ટાળવા અને વ્યવસ્થા જાળવવા માટે મુલાકાતીઓએ અગાઉથી કાર્યાલયનો સંપર્ક કરી સમય મેળવી લેવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મતવિસ્તારના વિકાસકામો અને વિધાનસભામાં રજૂ થનારા પ્રશ્નો અંગે ધારાસભ્ય સત્ર દરમિયાન સક્રિય રહેશે, જ્યારે સ્થાનિક સ્તરે જનતાના પ્રશ્નો માટે કાર્યાલયનો રાબેતા મુજબ સંપર્ક કરી શકાશે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
