તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
દેશભરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: શિવાલયોમાં લાખો કરોડોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા
ગિરનારની ગોદમાં યોજાયેલા ભવનાથના મેળામાં શાહી સ્નાન અને સાધુ-સંતોની રવેડીએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું

રાજકોટ: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે વહેલી સવારે મંગલા આરતી સાથે પર્વનો પ્રારંભ થયો હતો, જ્યાં શિવભક્તો પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
ગિરનારની ગોદમાં યોજાયેલા ભવનાથના મેળામાં શાહી સ્નાન અને સાધુ-સંતોની રવેડીએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.
શિવ મંદિરોમાં જળાભિષેક, દૂધ અને બીલીપત્ર ચડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
